
અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે જ મોદીનો ચાહક નીકળવાનો વિવાદ હજુ તો સમ્યો નથી, ત્યાં બીજો એક વિવાદનો સુર ઉઠ્યો છે. રાજકીય પાર્ટીઓ તો વિવાદોને વેગ આપતી જ રહી છે, પરંતુ હવે શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો પણ વિવાદોમાં સપડાયા છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના કુલપતિ નવીન શેઠે ગોપાલ ઈટાલિયા પર વિવાદાસ્પદ ટીપણી કરીને રાજકારણમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો છે.
બિન રાજકીય હોદ્દો ધરાવતા GTUના કુલપતિએ સોશિયલ મીડિયા પર AAP વિરોધી પોસ્ટ શેર કરી છે. જેના કારણે શિક્ષણ જગતમાં ભારે હડકંપ મચ્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે, “માત્ર ભાજપ પ્રત્યે નફરતને લીધે ગોપાલ ઇટાલિયાને સમર્થન કરનાર હિન્દુઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે”
ઉલ્લેખનીય છે કે, GTUના કુલપતિની નિમણૂક સરકાર કરે છે. ઉપરાંત નવીન શેઠ અગાઉ ABVP સાથે પણ જોડાયેલા હતા. એક તરફ ચૂંટણી નજીક આવતાં જ તેઓએ આવી રાજકીય ટિપ્પણી કરી હોય તેવું અધ્યાપકો ચર્ચી રહ્યાં છે. આ પોસ્ટમાં દ્વારા તેઓ ભાજપના સમર્થક હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. તો બીજી તરફ વિદ્યાર્થી સંગઠનોએ આ પોસ્ટનો વિરોધ કર્યો છે.
આ અંગેના નિવેદનમાં નવીન શેઠે જણાવ્યું હતું કે, “ગોપાલ ઈટાલિયા અને તેમની પાર્ટી હિન્દુ વિરોધી છે, એટલે આ પોસ્ટ મેં શેર કરી છે, પરંતુ હું ભાજપનો સમર્થક નથી”. તો યૂથ કોંગ્રેસના મહામંત્રી ગૌરંગ મકવાણાએ જણાવ્યું હતું કે, “GTUના કુલપતિનો કાર્યકાળ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાનો છે. એ પહેલાંથી જ ABVP સાથે જોડાયેલા છે, જેથી હવે તેમને ફરીથી રિપીટ કરવામાં આવે એ માટે તે ભાજપને વ્હાલા થવા આ પ્રકારે જાહેરમાં પોસ્ટ શેર કરી રહ્યા છે, પરંતુ આ મામલે વિરોધ કરવામાં આવશે અને આગામી દિવસમાં GTUમાં જઈને કુલપતિ પાસે ખુલાસો માગવામાં આવશે.”
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી