
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં (Gandhinagar) રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિરમાં (Vardayini Mata) દર્શન કર્યા બાદ મંદિરના સુવર્ણ જડિત ગર્ભ ગૃહ અને દ્વારને ખુલ્લા મુક્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બે દિવસમાં તેઓ 4 મંદિરની મુલાકાતે છે, ત્યારે બીજા દિવસે રૂપાલના વિખ્યાત વરદાયિની ‘મા’ના મંદિરે શીશ ઝુકાવ્યું હતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં (Gandhinagar) રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિરમાં (Vardayini Mata) દર્શન કર્યા બાદ મંદિરના સુવર્ણ જડિત ગર્ભ ગૃહ અને દ્વારને ખુલ્લા મુક્યા હતા. મંદિરના નવનિર્મિત ગર્ભગૃહ અને દ્વારને 5 કિલો સોનાથી સુવર્ણ કવચ ચઢાવવામાં આવ્યું છે.
રુપાલના જ નાગરિકે મંદિર માટે કર્યુ સોનાનું દાન
ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વરદાયિની માતાના પ્રસિદ્ધ મંદિરને આજે એક નવું નજરાણું મળ્યું છે. મંદિરના ગર્ભગૃહના દ્વાર અને મૂર્તિની આસપાસના સ્થાનને સોનાથી જડિત કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યું. સાથે સાથે તેમણે વરદાયિની માતાના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મંદિરમાં મૂળ રૂપાલના બળદેવભાઈ પટેલ દ્વારા સોનાનું દાન કરવામાં આવ્યું હતું. જેના થકી ગર્ભગૃહને સોનાથી મઢીત કરવામાં આવ્યું છે.
અમિત શાહનું દત્તક લીધેલુ ગામ
500 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરનો જીર્ણોદ્ધાર છ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો, જે બાદ આજે મંદિરની શોભામાં વૃદ્ધિ થઈ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે રૂપાલ ગામે અમિત શાહનું આદર્શ ગામ યોજના સંદર્ભે લીધેલ દત્તક ગામ છે. જેથી રુપાલ ગામ પ્રત્યે તેમનો વિશેષ લગાવ પણ છે.
4 કિલોથી વધુના સોનાથી મઢવામાં આવ્યું મંદિર
ગાંધીનગર રૂપાલના વરદાયિની માતાજી મંદિરના ગર્ભગૃહને 20 કરોડથી વધુ કિંમતના 4 કિલોથી વધુના સોનાથી મઢવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરનાં જીર્ણોધ્ધાર બાદ 22થી 26 જાન્યુઆરી, 2023 સુધી વરદાયિની માતા મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાશે. કેન્દ્રના પ્રવાસન મંત્રાલય વિભાગ દ્વારા પ્રસાદમ્ યોજના હેઠળ રૂ.50 કરોડના ખર્ચે વરદાયિની માતાજીના મંદિરનો વિકાસ કરવામાં આવશે. તેમાં સોમનાથ અને અંબાજી મંદિરની જેમ વરદાયિની માતાના મંદિરમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેમજ મંદિરે આવતા દર્શનાર્થીઓ તેમજ પ્રવાસીઓને રહેવા-જમવા સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી