
દિલ્હીમાં ધર્માંતરણ દરમિયાન પ્રતિજ્ઞા લેવડાવતા આપ નેતાનો વીડિયો વાયરલ થયા પછી આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. આ વીડિયો પછી ગુજરાતમાં ધર્મનું ગંદુ રાજકારણ શરુ થયું અને ગુજરાતમાં ઠેરઠેર અરવિંદ કેજરીવાલના હિન્દુ વિરોધી ચહેરો દર્શાવતા પોસ્ટર્સ લગાવાયા હતા. રવિવારે ગોડાદરા વિસ્તારમાં આવેલી આમ આદમી પાર્ટીની ઓફીસ પર હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢી ઉગ્ર વિરોધ થયો અને પાર્ટીના કાર્યાલય પર હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી.
ગુજરાતમાં રાજકારણના ગંદા કાર્ડ એવા ધર્મના રાજકારણનો ખેલ શરૂ થયો હોય તેવું રાજકીય પંડિતો માને છે. છેલ્લા ઘણા સમય દરમિયાન આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણીના માહોલને લઈને એજ્યુકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફ્રિ વીજળી જેવા મુદ્દાઓને લઈ ભાજપ સરકારને અને કોંગ્રેસને આડેહાથ લેવાનું શરૂ કરાયું હતું. જે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ક્યાંય છીંકણી સુંઘાતી ન હતી તે પાર્ટીનું નામ ઘણું ગુંજવા લાગ્યું હતું. જોકે અચાનક ધર્માંતરણના એક કાર્યક્રમ દરમિયાન લેવામાં આવેલી પ્રતિજ્ઞામાં આપ નેતા અને દિલ્હીના મંત્રીની હિન્દુ દેવી દેવતાઓને નમન નહીં કરવા અંગે થયેલી ટિપ્પણી પછી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને હિન્દુ ધર્મ વિરોધી દર્શાવતા ઠેર ઠેર કેટલાક શખ્સો દ્વારા વિવાદીત પોસ્ટર્સ લગાવાયા હતા.
જે પોસ્ટર્સ પછી મામલો ગુજરાતમાં અત્યંત ગંભીર બની ગયો હતો. વર્ષો પછી લોકોમાં આ મામલે નારાજગીનો દૌર શરુ થયો અને હવે હિન્દુ સંગઠનો આમ આદમી પાર્ટીથી ઘણા નારાજ છે. સમસ્ત બાબત પછી હવે સુરતના ગોડદરા વિસ્તારમાં કેટલાક સંગઠનો દ્વારા રવિવારે રેલી કાઢવામાં આવી હતી. મહારાણા પ્રતાપચોક ખાતે બજરંગ સેના દ્વારા આપ નેતાના નિવેદનોનો વિરોધ કરાયો હતો. તમે ભગવાનને માનતા નથી તો લોકો પાસે વોટ કેવી રીતે માગો છો વગેરે બાબતો પર સુત્રોચ્ચાર કરાયા હતા. આ પછી માહોલ એટલો ગરમ થઈ ગયો કે આપની ઓફીસ પર તોડફોડ થઈ હતી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી