
ઉનાના નવાબંદરના માછીમારો દસ દિવસ પહેલા બોટ લઇ મધદરિયે દરિયામાં ફિશિંગ કરવા ગયા હતા અને મધદરિયે ફિશિંગ દરમિયાન અકસ્માતે એક ખલાસી પડી જતાં દરિયાનાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં લાપત્તા બનેલાં માછીમારની શોધખોળ કરવામાં આવી હતી. આજે નવ દિવસ બાદ આ માછીમારનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મધદરિયેથી મળી આવતા અન્ય બોટના માછીમારો દ્વારા નવાબંદર કાંઠે લઇ આવી પીએમ અર્થે ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલો છે.

નવાબંદર ગામે રહેતો હશન આરીફ ચાવડા નામનો ખલાસી દસ દિવસ પહેલા સાદીક ઈસ્માઈલ ચાવડાની માલીકીની અજમેરી નામની બોટમાં ખલાસીઓ ટંડલ સાથે ફિશિંગ કરવા ગયો હતો અને મધદરિયે 18 નોટીકલ માઇલ દૂર ફિશિંગ દરમ્યાન હશન આરીફભાઈ ચાવડાનો બોટમાંથી પગ લપ્સી જતાં દરિયામાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બોટમાં રહેલાં અન્ય ખલાસીઓ દ્વારા તાત્કાલીક દરિયાના પાણીમાં યુવાનની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ દરિયાના ઉંડા પાણીમાં ગરકાવ થયેલો માછીમાર મળી આવ્યો ન હતો. આ બાબતે નવાબંદર મરીન પોલીસમાં બોટ માલીકે અરજી આપી જાણ કરીહતી.

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી