
ઉના તાલુકાનું ખત્રીવાડા ગામ છેવાડાનું હોવાથી અને આ ગામ પછી અમરેલી જિલ્લાની હદ શરૂ થતી હતી. ખત્રીવાડા તથા રોહીસા ગામની વચ્ચેથી ભાડીયો નદી પસાર થતી હોવાથી રોહીસા તેમજ જાફરાબાદ, રાજુલા જવામાં ભારે હાલાકી પડતી હતી. જેના કારણે આ ભાડીયા નદી પર પુલ ન હોવાથી લોકોને અમરેલી જિલ્લામાં જવા લાંબુ અંતર કાપવુ પડતુ હોય છે. તેથી ધારાસભ્ય અને સરપંચે રૂ. 4 લાખના સ્વખર્ચે પુલનું નિર્માણ કર્યું.

આ નદી પર પુલ બનાવવા ખત્રીવાડા ગામના સરપંચ જીતેન્દ્રભાઇ શીયાળેએ ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડને વાત કરતા ધારાસભ્યએ સ્થળની મુલાકાત લઇ સમગ્ર હકીકત જાણી હતી. ખત્રીવાડા ગામ સહિત આજુબાજુના અન્ય ગામના લોકોને પણ હાલાકી પડતી હોવાથી તાત્કાલિક આ નદી પર પુલ બનાવાનું નક્કી કર્યુ અને પુલ બનાવાના કાર્યનો પ્રારંભ કર્યો. આ નદી પર 110 ફુટની લંબાઇ અને 15 ફુટની પહોળાઇ ધરાવતો પુલ 15 દિવસમાં રૂ. 4 લાખના સ્વખર્ચે તૈયાર કર્યો. પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ પુલ કાર્યરત કરતા પહેલા વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

વર્ષો જુની સમસ્યાથી પડતી હાલાકીની સમસ્યાનું નિવારણ 15 દિવસમાં સમાધાન કરી આપતા ગ્રામજનોએ પણ ધારાસભ્ય અને સરપંચની કામગીરીને બીરદાવી હતી. આમ હાલ આ સમસ્યાનું નિરાકરણ થતાં લોકોને ખત્રીવાડાથી રોહીસા જાફરાબાદ જવામાં સરળતા રહે અને ભવિષ્યમાં આ નદી પર પાકો પુલ બનાવા માટે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવશે. અને લોકોની સમસ્યાનું કાયમી સમાધાન થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવશે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન