
મહાઆરતી:ઉના શહેરમાં 25 વર્ષથી ગાયત્રી માતાજીના મંદિરે ગરબીનું આયોજન, મોટી સંખ્યામાં ખેલૈયા ગરબે ઘુમવા ઉમટ્યાં
ગુજરાતભરમાં લોકો જેની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય
એવું પર્વ એટલે કે નવરાત્રિ, ઉના શહેરમાં વેરાવળ રોડ પર આવેલ શ્રી ગાયત્રી મંદિરના પટાંગણમાં સતત છેલ્લાં 25 વર્ષથી ગાયત્રી ગરબી મંડળના આયોજકો દ્વારા નવરાત્રીનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં નવલા નોરતાના નવદિવસ દરમિયાન માઁ ગાયત્રી માતાજીના અદ્ભૂત શણગારના દર્શન થાય છે.

આ આયોજનમાં વિશેષ મહત્વ અહીંની આરતીનું છે, જે ઉના શહેર અને તાલુકામાં પ્રખ્યાત છે. જેમાં નવ દિવસ દરમિયાન 108 દિવડાઓની આરતી કરવામાં આવે છે. માતાજીની આરતીનો લાભ લેવા દુર દુરથી લોકો આવે છે. નવે નવ નોરતામાં રાત્રે ગરબી શરૂ થાય તે પહેલાં 108 દિવસની માતાજીની આરતી બાદ રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે.

આ ગરબીમાં અહીં કોઈપણ ઇનામોની લાલસા વિના ખેલૈયા ભાઈ બહેનો ગરબે રમવા આવે છે. વિશેષમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન નાના બાળાઓને નાસ્તો આપવામાં આવે છે. સંપૂર્ણ સંચાલન અહીંના ટ્રસ્ટી તેમજ સંચાલક રાજુભાઇ ડાભી તેમજ ઉના ગાયત્રી ગરબી મંડળના પ્રમુખ અશ્વિનભાઇ રાજુભાઇ ડાભી દ્વારા કરવામાં આવે છે.

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી