March 29, 2024

રડારને પણ ચકમો આપશે સ્વદેશી LCH ‘પ્રચંડ’, વાયુસેનામાં શામેલ, જાણો ખાસિયતો

રડારને પણ ચકમો આપશે સ્વદેશી LCH ‘પ્રચંડ’, વાયુસેનામાં શામેલ, જાણો ખાસિયતો
Views: 835
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 14 Second
રડારને પણ ચકમો આપશે સ્વદેશી LCH ‘પ્રચંડ’, વાયુસેનામાં શામેલ, જાણો ખાસિયતો

દેશમાં જ વિકસિત થયેલા હળવા ફાઈટર હેલીકોપ્ટર (એલસીએચ)ને આજે સોમવારે ત્રીજી ઓક્ટોબરે ઔપચારિક રુપે ભારતીય વાયુસેનાએ પોતાના બેડામાં શામેલ કરી લીધા છે. આ હેલીકોપ્ટર રડારને ચકમો આપવામાં સક્ષમ છે. રક્ષા મતંત્રી રાજનાથિસિંહની હાજરી માં સ્વદેશી હેલીકોપ્ટર વાયુસેનામાં શામેલ થયું હતું. આ પેલા રક્ષા મંત્રી અને આઈએએફ પ્રમુખ એર ચીફ માર્શલ વી આર ચૌધરીની ઉપસ્થિતિમાં એક સર્વ ધર્મ પ્રાથના કરવામાં આવી. આ હેલીકોપ્ટરનું નામ પ્રચંડ રાખવામાં આવ્યું છે.

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરને વાયુસેનામાં સામેલ કરવાથી વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થશે કારણ કે આ મલ્ટિફંક્શનલ હેલિકોપ્ટર વિવિધ પ્રકારની મિસાઇલો ફાયર કરવામાં અને હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. એલસીએચને સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તે ખાસ કરીને ઊંચાઈ પર જમાવટ માટે બનાવવામાં આવ્યું છે. રક્ષા મંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે નવા હેલિકોપ્ટરને સામેલ કરવાથી ભારતીય વાયુસેનાની લડાયક કુશળતામાં વધારો થશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે 5.8-ટન અને ટ્વીન-એન્જિનવાળા હેલિકોપ્ટરનું પહેલાથી જ ઘણા હથિયારોના ઉપયોગ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરની સ્પીડ 270 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની લંબાઈ 51.1 ફૂટ અને ઊંચાઈ 15.5 ફૂટ છે. એલસીએચ પર ગોળીબારની કોઈ નોંધપાત્ર અસર થઈ શકતી નથી. તેની રેન્જ 50 કિમી છે અને તે 16,400 ફૂટની ઊંચાઈથી હુમલો કરી શકે છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author