January 29, 2022

દિવ પોલીસનો પર્યટક મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરતો વિડિઓ વાયરલ

દિવ પોલીસનો પર્યટક મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરતો વિડિઓ વાયરલ

Share with:


આ છે વિશ્વ પ્રસિદ્ધ દિવ પોલીસ ના અધિકારી જે નેમ પ્લેટ લગાવ્યા વિના ડ્યુટી કરે છે બહાર થી આવેલ અજાણ્યા પર્યટકો ને ખોટી રીતે હેરાન કરે છે પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપે છે પછી લાંચ માગે છે લાંચ ના આપે તો બે ચાર ઝાપટ પણ મારી દેય છે એમને માર મારવાનો અધિકાર કોણે આપ્યો છે એ પણ એક સવાલ છે પર્યટન ના વિકાસ માટે સરકાર ગમે એટલો પ્રયાસ કરે પણ જયા સુધી આવા લાંચીયા અધિકારી ઓ હશે ત્યા સુધી બધુજ શુન્ય થઈ જાશે

દિવ પોલીસનો પર્યટક મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરતો વિડિઓ વાયરલ


આજે ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા નુ ફેમિલી સુરત થી દિવ ફરવા આવેલ ત્યારે ગાડી રોકાવેલ તપાસ કરી તમામ ડોક્યુમેન્ટ કંપલેટ હોવા છતા પણ પોલીસ સ્ટેશન લઈજવાની ધમકી આપી પૈસા ની માંગણી કરેલ જે ઈન્કાર કરતા પ્રમુખ ના ભત્રીજા ને માર મારવા મા આવ્યો હતો તેમજ ત્યાનુ દ્રશ્ય નજરે જોતા બીજા પર્યટકો સાથે પણ આવોજ વ્યવહાર કરવામા આવતો હતો

પરંતુ બહાર થી આવેલ અજાણ્યા પર્યટકો દુખી થઈ ને વહીવટ કરી ને જતા રહેતા હોય જો આ બાબત મા દિવ પ્રસાશન ધ્યાન નહી આપે તો પોલીસ લખેલી સ્કોર્પીયો ગાડીમા ફરતા ને અજાણ્યા પર્યટકો મા રોફ જમાવતા અને મહિલા ઓ તથા યુવાન દીકરી ઓ સાથે હોવા છતા પણ ખુબજ ગંદી બીભસ્ત ગાળો બોલતા આવી માનસિકતા વાળા કર્મચારી સામે પર્યટકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જેને લઈને મહિલા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુવાત કરશે તેવું પર્યટકો જણાવ્યું અને જો આમ રક્ષક જ ભક્ષક જેવું વર્તનના કારણે સરકાર ને પ્રસાશન બન્ને બદનામ થઇ રહ્યા છે તેવું પર્યટકો જણાવી રહ્યા છે..સાથે આવા અધિકારી વિરુદ્ધ તંત્ર યોગ્ય પગલાં લેવા રજુવાત ગીરગઢડા તાલુકા પ્રમુખ રૂપાલા ઉચ્ચ કક્ષાએ રજુવાત કરાશે

Share with: