September 28, 2023

૯૩- ઉના વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે

<strong>૯૩- ઉના વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે</strong>
Views: 1724
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 57 Second
<strong>૯૩- ઉના વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે</strong>

તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે ઉના વિધાનસભા બેઠકના નામાંકન પત્રો

                                            ———

ગીર સોમનાથ, તા. ૦: ૯૩-ઉના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ઉના દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ૦૫/૧૧/૨૦૨૨ના રોજ ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ  ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, તુલસીધામ સોસાયટી, ગીર ગઢડા રોડ, ઉનાને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર-ઉના, મામલતદાર કચેરી, ગીર ગઢડા રોડ ઉના ખાતે ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી ઉના ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.૧૭/૧૧/૨૦૨૨ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦થી સાંજના ૦૫.૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author