Sorath Ni Dharohar

News Channel of India

૯૦-સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ માટે થઈ નિમણૂક

૯૦-સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ માટે થઈ નિમણૂક
૯૦-સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ માટે થઈ નિમણૂક

ગીર સોમનાથ, તા.૧૪ગુજરાતના આંગણે વિધાનસભાનું મહાપર્વ આવી પહોંચ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કામગીરી ઉ૫ર દેખરેખ માટે ગીર સોમનાથમાં જનરલ ઓબ્ઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવેલી છે. જે મુજબ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦-સોમનાથ અને ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ માટે શ્રી આશિષ જોશી (IAS) (૯૩૧૬૧૧૪૧૩૩) તથા ૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ માટે શ્રી જીતેન્દ્ર ગુપ્તા (IAS) (મો.૬૩૫૪૫૬૨૦૪૯) ની નિમણૂક કરવામાં આવી છે.

જાહેરજનતાને ચૂંટણીલક્ષી કોઇ રજૂઆત હોય તો તા.૧૫/૧૧/૨૦૨૨ થી શ્રી આશિષ જોશીને ચૂંટણી અધિકારી, ૯૦-સોમનાથ અને પ્રાંત અધિકારીની કચેરી, વેરાવળ સ્થળે બપોરે ૩.૦૦થી ૪.૦૦ દરમિયાન અને શ્રી જીતેન્દ્ર ગુપ્તાને સરકારી વિશ્રામ ગૃહ, બાયપાસ રોડ કોડીનાર સ્થળે બપોરે ૧૨.૦૦થી ૨.૦૦ દરમિયાન મળી શકે છે. રૂબરૂ મળવા માટે લાયઝન અધિકારીશ્રી અનુક્રમે જી.પી.ચાવડા (મો- ૯૮૨૪૦૭૭૧૩૬) તેમજ શ્રી ચેતન લાડુમોર (૯૦૯૯૬૪૮૦૯૪)નો સંપર્ક કરી અગાઉથી સમય મેળવી લેવાનો રહેશે એવું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.


૯૦-સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ માટે થઈ નિમણૂક