February 23, 2024

૪ નવી એસ.ટી લક્ઝરી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ

૪ નવી એસ.ટી લક્ઝરી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ
Views: 2128
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 26 Second

 વેરાવળ એસ.ટી. બસ સ્ટેન્ડથી ૪ નવી લક્ઝરી બસોને તાલાલાના ધારાસભ્યશ્રી  ભગવાનભાઈ બારડે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર દયારામભાઇ મેસવાડિયા અને ઉપસ્થિત યુનિયના સભ્યો અને એસટી કર્મીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

૪ નવી એસ.ટી લક્ઝરી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ

આ તકે ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે, તા.૧૩ ફેબ્રુઆરીના ગાંધીનગર ખાતેથી સવારે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એસ.ટી નિગમને સ્લીપર તેમજ ૨×૨ લકઝરી પ્રકારની નવીન ૧૫૧ બસો ફાળવેલ હતી. જેમાં વેરાવળ ડેપોને  ૪ બસો અંતર્ગત ર-સ્લીપર કોચ તેમજ ૨-લકઝરી બસો ફાળવાઈ છે. અલગ અલગ રૂટ માટે આ બસનો ઉપયોગ કરવામાં આવશે જેથી મુસાફરોએ આ સેવાનો લાભ લેવા અને બસનું જતન કરવા અપીલ પણ કરી હતી. આ ઉપરાંત બસસ્ટેન્ડમાં મુસાફરોને માહિતી મળી રહે તે માટે અદ્યતન સાઉન્ડ સીસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author