September 30, 2022

૩૬ મી નેશનલ ગેમ્સ..

૩૬ મી નેશનલ ગેમ્સ..
Views: 636
0 0

Share with:


Read Time:4 Minute, 2 Second

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની માંજલપુર શૂટિંગ એકેડમીના ત્રણ અને સાવલી શૂટિંગ એકેડમીના એક મળીને ચાર તાલીમાર્થીઓ ગુજરાત વતી રમશે…

ગુજરાત માટે નિશાનેબાજી નો મેડલ જીતવા વિમલ મિતેષ દિતી અને યેશાયા નિશાના પર આંખ જમાવીને કરી રહ્યાં છે તનતોડ પરિશ્રમ….

ગુજરાતમાં પહેલીવાર આયોજિત ૩૬ મી નેશનલ ગેમ્સની ચેતના વ્યાપી ગઈ છે અને ભારતની ઓલિમ્પિક ગણાતા આ મહા રમતોત્સવમાં પોતાનું કૌવત પુરવાર કરવા વિવિધ રમતોના ખેલાડીઓ થનગની રહ્યાં છે.

આ ખેલાડીઓમાં શૂટર એટલે કે નિશાનેબાજ તરીકે જેમની નામના બંધાઈ છે એવા વિમલ પ્રજાપતિ,મિતેષ ગોહિલ,દીતી ઠાકર અને યેશાયા કોન્ટ્રેકટર સામેલ છે. આ ચારે નવ લોહિયા ગુજરાત માટે મેડલ જીતવાના ઝનૂન સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત માંજલપુર શૂટિંગ એકેડેમી ખાતે અને સાવલી ની નિશાનેબાજીની ગ્રામીણ તાલીમ સંસ્થા ખાતે બુલ્સ આઈ પર નજર જમાવીને તનતોડ પરિશ્રમ કરી રહ્યાં છે. એસ.એ.જી.ના કોચ પુષ્પા માલવિયા તેમની તાલીમ પર ચાંપતી નજર રાખીને તેમના કૌશલ્યોને સતેજ કરવાની સાથે તેમને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. આ ચારેયની પસંદગી નેશનલ ગેમ્સમાં ગુજરાત વતી રમવા માટે થઈ છે.

આ ચાર પૈકી મિતેષ ગોહિલ અમદાવાદના છે અને વેધક નિશાનેબાજ હોવાની સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં અનુસ્નાતકિય ડિપ્લોમા કરી રહ્યા છે. ૬ વર્ષ પહેલાં નિશાનેબાજી નો ખેલ અપનાવનાર મિતેશનો પ્રેરણાસ્ત્રોત તેના દીદી મિત્તલ છે જે નેશનલ પ્લેયર રહ્યાં છે અને રાયફલ ટ્રેનિંગ સંસ્થા ચલાવે છે.૧૦ મીટર એર પિસ્તોલમાં મેડલ જીતવા મિતેષ દૈનિક સાત થી આઠ કલાકનો મહાવરો કરી રહ્યો છે.તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિનર છે.

ગાંધીનગરના વિમલ પ્રજાપતિ પણ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે અને ૨૦૧૫માં એર રાયફલ થી શરૂ કરીને હાલમાં ૦.૨૨ રાયફલ શૂટિંગ કરે છે અને ઘણી બધી રાજ્ય અને રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા બન્યા છે.છેલ્લા ૬ વર્ષથી તેઓ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે.નેશનલ ગેમ્સ માં વિમલ ૫૦ મીટર રાયફલ શૂટિંગ માં ગુજરાત વતી રમશે.
ભાવનગરની દિતિ ઠાકર ૧૦ મીટર એર પિસ્તોલ માં હરીફાઈ કરશે.

૩૬ મી નેશનલ ગેમ્સ..

૧૩ વર્ષની ઉંમરે આ રમતમાં ઝંપલાવનાર યશાયા હાફિજ કોન્ટ્રાકટર જુનિયર વિમેન ઇન્ડિવિજ્યુલમાં કલે પીજિયન ટ્રેપ શૂટિંગ (આઇએસએસએફ) રાજ્ય વતી હરીફાઈ કરશે. તેણે પોતાની રજ્યસ્તરની પહેલી જ સ્પર્ધામાં ૧ સ્વર્ણ સહિત ૬ પદકો જીતી લીધાં હતાં.

યશાયા એ ૨૦૨૧ માં પેરુના લીમા ખાતે યોજાયેલી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉજળો દેખાવ કરતાં જુનિયર વિમેન ડબલ ટ્રેપ ગ્રાન્ડ પ્રિકસ ૨૦૨૧

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: