September 28, 2023

૨૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રચારનું સાહિત્ય, બેનર, પોસ્ટર રાખવા પર પણ પ્રતિબંધ

<strong>૨૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રચારનું સાહિત્ય, બેનર, પોસ્ટર રાખવા પર પણ પ્રતિબંધ</strong>
Views: 501
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 12 Second
<strong>૨૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રચારનું સાહિત્ય, બેનર, પોસ્ટર રાખવા પર પણ પ્રતિબંધ</strong>

ભારતના ચૂંટણી પંચ તરફથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મતદાનની પ્રક્રિયા કોઈપણ જાતની ખલેલ વગર અને શાંત વાતાવરણમાં યોજાય તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરે નહીં તે માટે ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મતદાનના દિવસે નીચે જણાવ્યાનુસાર પ્રતિબંધ મૂકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

            જાહેરનામા અનુસાર મતદાન મથકની જગ્યાથી હદથી ૨૦૦ મીટર સુધીના અંતરમાં રાજકીય પક્ષો તથા હરીફ ઉમેદવારો દ્વારા કેમ્પ ઉભા કરવા નહીં અને ૨૦૦ મીટર દૂર ઉમેદવાર દ્વારા ઉભા કરવામાં આવેલા બૂથ પરથી જે કાપલી મતદારને આપવામાં આવે તેમાં કોઈપણ ઉમેદવારનું નામ, પ્રતિક, સંજ્ઞા કે અન્ય કોઈ લખાણ ન હોવું જોઈએ. લખાણ હોય તે પ્રવેશી શકશે નહીં. મથકની ૨૦૦ મીટરની હદમાં લાઉડસ્પીકર, પેજર, કોર્ડલેસ ફોન, સેલ્યુલર ફોન કે વાયરલેસ લઈ પ્રવેશી શકશે નહીં. ઉપરાંત મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રચારનું સાહિત્ય, બેનર, પોસ્ટર કટ આઉટ વગેરે રાખી શકશે નહીં.

મતદાન મથકે મતદાન ચાલતું હોય એ દરમિયાન કોઈ વ્યક્તિને ત્રાસ થાય કે અધિકારીઓના કાર્યમાં દખલ પડે તેવું કૃત્ય કરવું નહીં. મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં મતદારને ધાકધમકી, મત ન આપવા સમજાવવો, મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી જેવા કૃત્યો કરવા પર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ અનુસાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમ ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા સુધી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં અમલ રહેશે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author