
સારી માત્રામાં ખનિજ તત્વો, વિટામીન, એન્ટી ઓક્સીડન્ટ, પ્રોટીન તથા ફાઈબર હોય એવા પોષક ધાન્યો ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) તરીકે ઓળખાય છે. મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત ડોળાસા ગામે વીરાબાપાની જગ્યા ખાતે તાલુકા કક્ષાના મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મહેમાન તરીકે પધારેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબહેન મૂછાર સહિત જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સર્વ સભ્યોએ મિલેટ સ્પર્ધા અંતર્ગત તૈયાર કરેલ વાનગીઓના સ્ટોલ સહિત પ્રાકૃતિક કૃષિ અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી ત્યારબાદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી લાલવાણીએ મંચસ્થ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને મિલેટ્સ બૂકે દ્વારા મહેમાનોને આવકારાયા હતાં.

આ તકે, પ્રગતિશીલ ખેડૂતો અને મિલેટ્સ સ્પર્ધામાં વિજેતા આંગણવાડી બહેનોને ઇનામ તથા પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું અને મિલેટ્સ મહોત્સવમાં ઉપસ્થિત તમામ ખેડૂતમિત્રોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના વૈજ્ઞાનિકો દ્વારા જુવાર, ચિણો, મોરૈયો, બાજરી, કોદરા, સામો, રાગી, કાંગ વગેરે મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિષે તેમજ દૈનિક ખોરાકમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મિલેટ્સ મહોત્સવ નિમિત્તે કૃષિ પ્રદર્શની પણ યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ મિલેટ્સ બિયારણથી લઈ છોડ ઉછેર અને બાગાયત પાકો, પ્રાકૃતિક ખેતી વિશે વિવિધ સ્ટોલ પરથી ખેતીલક્ષી ઉપયોગી માહિતી મેળવી હતી.

આ તકે વર્ષ ૨૦૧૭થી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી જીતુભાઈ સોલંકીએ પોતાનો ઉત્તમ અનુભવ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પ્રત્યે ગુજરાત સરકારશ્રીના પ્રયત્નો ઉત્તમ છે. જેનાથી ખેડૂતોને અઢળક લાભ થયો છે. મિલેટ્સ પાક મિશ્ર પાક તરીકે પણ લઈ શકાય છે. બાગાયત સહાયના કારણે મને હળદરનું પ્રોસેસિંગ યુનિટ પણ મળ્યું છે. જેનાથી નફાકારકતા વધી છે. આમ કહી તેમણે ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે મિલેટ્સથી બનાવેલ વાનગીઓનો ભોજન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો.
આ તકે,આંગણવાડીની બહેનો દ્વારા મકાઈની ઈડલી, બાજરીની ખીચડી, બાજરાના ચમચમિયા, બાજરીના વડા, સામાની ખીચડી જેવા પૌષ્ટિક ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) વાનગીઓનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામકશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, આત્મા વિભાગનો સ્ટાફ, બિયારણ કંપની તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ખેતીવાડી શાખા, ખેડૂત ઉત્પાદન સંગઠન, બાગાયત શાખા, ખેડૂત ભાઈ-બહેનો, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને આંગણવાડી કાર્યકર બહેનો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતાં.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
રૂદ્રાક્ષ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રી – ૨૦૨૩ નું એક ભવ્ય અને સુંદર ઇનામોની વણઝાર સાથે આયોજન કરવામાં આવેલ