October 1, 2022

હવામાન ખાતાની આગાહી અનુસાર ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડુ તા. ૧૭ નાં રોજ મોડી સાંજે ઉના આસપાસના વિસ્તારમાં ટકરાશે.

હવામાન ખાતાની આગાહી અનુસાર ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડુ તા. ૧૭ નાં રોજ મોડી સાંજે ઉના આસપાસના વિસ્તારમાં ટકરાશે.
Views: 204
0 0

Share with:


Read Time:1 Minute, 36 Second
હવામાન ખાતાની આગાહી અનુસાર ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડુ તા. ૧૭ નાં રોજ મોડી સાંજે ઉના આસપાસના વિસ્તારમાં ટકરાશે.

ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડાની સંભાવનાના પગલે ૩૦૭૩ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા

       ગીર-સોમનાથ તા. -૧૬,

       ગીર-સોમનાથ વહીવટી તંત્ર દ્વારા તોકતે વાવાઝોડાને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે. અધિકારી/કર્મચારીઓને હેડ ક્વાટર ન છોડવા જણાવામા આવ્યું છે. જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશે જણાવ્યું હતું કે, દરીયા કીનારાના ૧૦ કિ.મી.ની હદમાં આવતા ૯૯ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં વેરાવળ તાલુકાના ૨૮ ગામો, સુત્રાપાડા તાલુકાના ૧૭ ગામો, કોડીનાર તાલુકાના ૨૦ ગામો અને ઉના તાલુકાના ૩૪ ગામોનો સમાવેશ થાય છે. વેરાવળ તાલુકાના ૩૩૨ લોકો, સુત્રાપાડા તાલુકાના ૩૨૮ લોકો, કોડીનાર તાલુકાના ૬૭૧ લોકો અને ઉના તાલુકાના ૧૭૪૨ લોકોને કોવીડ ગાઇડ લાઇન મુજબના આશ્રયસ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને જરૂર પડ્યુ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા ભોજન, પાણીની વ્યવસ્થા તેમજ આરોગ્ય ટીમ તૈનાત કરવામાં આવી છે.

જિલ્લામાં ૨૪ કલાક કાર્યરત કંટ્રોલરૂમ નાં નંબર ૦૨૮૭૬-૨૮૫૦૬૩, ૨૮૫૦૬૪ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: