Sorath Ni Dharohar

News Channel of India

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ માટે ચાલી રહી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ માટે ચાલી રહી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
સૌરાષ્ટ્ર-તમિલ સંગમ માટે ચાલી રહી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

 દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમ સાથે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દેવાધીદેવ મહાદેવના આંગણે સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંગે ગીર સોમનાથ ક્લેકટરશ્રી એચ.કે વઢવાણીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 

 સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ સુચારૂ રીતે પાર પાડી શકાય તેવી તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તેમજ તમિલથી આવતા શ્રદ્ધાળુઓ સારી રીતે દર્શન કરી શકે અને પ્રભાસની સંસ્કૃતિને નજીકથી જાણી શકે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છેકે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની પૂર્વ તૈયારી વ્યવસ્થા દેખરેખ તથા સંકલન માટે વિવિધ પ્રકારની આવશ્યક કામગીરી કરવા માટે ગીર સોમનાથ ક્લેકટરશ્રી એચ.કે વઢવાણીયાની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ૧૫ સમિતિઓની રચના કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હર્ષોલ્લાસથી યોજાય એવી વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


સૌરાષ્ટ્ર-તમિલ સંગમ માટે ચાલી રહી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ