Sorath Ni Dharohar

News Channel of India

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ટેક્સટાઇલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે તમિલ ભગિનીઓ અને મીડિયા સાથે કર્યો પરિસંવાદ

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ટેક્સટાઇલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે તમિલ ભગિનીઓ અને મીડિયા સાથે કર્યો પરિસંવાદ

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ અંતર્ગત આજે તમિલ ભગિનીઓ સાથે નેતાઓનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ તમિલનાડુથી આવેલ ૩૦૦ સૌરાષ્ટ્ર તમિલ ભગિનીઓ તેમજ મિડિયા સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પિયુષ ગોયલ દ્રારા વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું હતું.

       મંત્રીશ્રીએ તમિલ ભગિનીઓને આવકારી હર્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે અક્ષય તૃતીયાના પાવન દિવસે ભગવાન સોમનાથની ભૂમિ પર બે સંસ્કૃતિઓનો સંગમ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ દ્વારા તમિલનાડુના ભાઈઓ-બહેનોને તેમની પુરાતન સંસ્કૃતિ સાથે જોડયા છે. મંત્રીશ્રીએ તમિલનાડુની સમૃદ્ધ સંસ્કૃતિ અને ભાષાને ગુજરાત સાથે જોડવાના આ સંગમને હૃદયનો સંબંધ જણાવી હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ દ્વારા અહીં કળાનું પણ આદાન-પ્રદાન થયું છે તેમ ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ સોમનાથ પથિકા પરિસર ખાતે આવેલ હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જયાં તેમણે કલાકાર સલીમ દ્રારા બનાવવામાં આવેલી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આકૃતિને નિહાળી તેની કલાની પ્રશંસા કરી એ કૃતિ પર હસ્તાક્ષર કર્યા હતા અને વિવિધ સ્ટોલની મુલાકાત લઇ અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ટેક્સટાઇલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે તમિલ ભગિનીઓ અને મીડિયા સાથે કર્યો પરિસંવાદ

      આ તકે, મંત્રીશ્રીએ દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પ્રવાસીઓને ઝલક આપી હતી અને વધુમા જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરનો જીણોર્દ્ધાર કરવાનો સંકલ્પ લેનાર અને ભારતની એકતા માટે સર્વોચ્ચ અર્પણ કરનાર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રીશ્રી મોદીએ નિર્માણ કરાવી તેમની ખ્યાતિનો પરચમ વિશ્વસ્તરે લહેરાવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારતને વિકસિત દેશ તરીકે વિશ્વ સ્તરે સ્થાપિત કરવા અને ૧૪૦ કરોડ ભારતીયોની સુખાકારી માટે પ્રતિબદ્ધ થયા છે. જેમ સરદાર પટેલે ભગવાન સોમનાથના મંદિરનો જીણોર્દ્ધાર કરી મંદિરની અસ્મિતાને પુન:સ્થાપિત કરી તે જ પ્રકારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર અને મહાકાલ મંદિર ઉજજૈન કોરિડોરનુ નિર્માણ કરી પુરાતન સંસ્કૃતિને સાચવીને વિશ્વમાં તેમની દિવ્યતાનો ફેલાવો  કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે ભગવાન સોમનાથના સૌ પર આશિષ રહે અને ભારત દેશ વિવિધતામાં એકતા સાથે આગળ વધી પ્રગતિના સર્વોચ્ચ શિખર પર પહોંચે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.

        આ તકે રાજયના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, પ્રવાસનમંત્રી શ્રી મુળૂભાઈ બેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ટેક્સટાઇલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે તમિલ ભગિનીઓ અને મીડિયા સાથે કર્યો પરિસંવાદ