Sorath Ni Dharohar

News Channel of India

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત તંજાવુર તામિલનાડુની ૨૪૬ વર્ષ જૂની કલા તંજાવુર આર્ટપ્લેટનું પ્રદર્શન

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત તંજાવુર તામિલનાડુની ૨૪૬ વર્ષ જૂની કલા તંજાવુર આર્ટપ્લેટનું પ્રદર્શન

 સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ ખરેખર તમિલનાડુ અને ગુજરાતની સંસ્કૃતિ અને કળાના આદાન-પ્રદાનનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. સોમનાથ સમુદ્ર દર્શન સેતુ પાસે તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત તમિલનાડુ અને ગુજરાતના હાથવણાટ અને બીજી હસ્તકલાઓના કારીગરોનું પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શનમાં તામિલનાડુના તંજાવુર જિલ્લાના ટી. કુમાર થીયગરાજન અને કથીરાવેલ થીયગરાજન બંધુઓ પોતાના જિલ્લાની હસ્તકલા તંજાવુર આર્ટ પ્લેટ પ્રદર્શન હેતુ લઈ આવ્યા છે.

       તમિલનાડુના બંધુઓ કથીરાવેલ અને શ્રી ટી. કુમારે તમિલનાડુ અને ગુજરાતની સંસ્કૃતિ અને કળાના સંગમરૂપ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે, તંજાવુર આર્ટપ્લેટ તંજાવુરના રાજા સરબોજી બીજાના સમયગાળા ૧,૭૭૭ થી ૧,૮૩૨ દરમિયાનમાં વિકસી હતી. રાજાની સલાહ પર તંજાવુરના કારીગરો દ્વારા આ હસ્તકલા કારીગરી કરવામાં આવતી હતી. આ આર્ટપ્લેટ ચાંદી, પિત્તળ અને તાંબુની ધાતુઓમાંથી બનાવવામાં આવે છે. મુખ્યત્વે મધ્યમાં દેવ, દેવોની કોઈપણ આકૃતિઓ અથવા તો પ્રકૃતિના તત્વને કેન્દ્રમાં રાખી કોતરણી કરવામાં આવે છે. કલાનું આ કાર્ય ભારત સરકારના ભૌગોલિક સંકેત અધિનિયમ-૧૯૯૯ અંતર્ગત તંજાવુર પ્લેટ નંબર ૬૩ તરીકે સૂચિબધ્ધ છે. બૌદ્ધિક સંપદા અધિકારોના વાણિજ્યક પાસાઓ પરના કરાર અંતર્ગત આ કળા ભૌગોલિક સંહિતા સંરક્ષણ હેઠળ નોંધાયેલ છે. તંજાવુરની વીણાની જેમ જ તંજાવુર આર્ટપ્લેટ પણ તંજાવુરના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે.

       અમારી ત્રીજી પેઢી આ હસ્તકલા કારીગર તરીકે ભગવાન વિશ્વકર્માની કૃપા સાથે આ કળાને જીવંત રાખી રહી છે. મોટાભાગે નાનામાં નાની ૧.૫ ઇંચ અને મોટામાં મોટી ૪૭ ઇંચ સુધીની પ્રતિકૃતિઓ અમે બનાવીએ છીએ. આ તકે તેમણે નરેન્દ્ર મોદીજીની સાત ઇંચની શુદ્ધ ચાંદીની પ્રતિકૃતિ દર્શાવી હતી.

શ્રી કથીરાવેલએ આર્ટ પ્લેટના નવા કલેક્શનને દર્શાવતા જણાવ્યું હતું કે,હાલ અમે ભગવાન વિષ્ણુના દસ અવતારો મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન,પરશુરામ, રામ, કૃષ્ણ વગેરે અવતારની પ્લેટ બનાવી છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત તંજાવુર તામિલનાડુની ૨૪૬ વર્ષ જૂની કલા તંજાવુર આર્ટપ્લેટનું પ્રદર્શન

        કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કોમન ઓનલાઈન વોટિંગમાં આ કળાને ભારતની શ્રેષ્ઠ હસ્તકલા વસ્તુ તરીકે પસંદ કરવામાં આવી છે. આ આર્ટ પ્લેટો સરકારી કાર્યો, શાળાઓ, કોલેજો, રમતગમતની સ્પર્ધાઓ, મંદિર-ઉત્સવો માટે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે તેમ વધુમાં ઉમેર્યું હતું. આ સાથે જ થીયગરાજન બંધુઓએ આ પ્રકારના કાર્યક્રમને વધુ વેગ મળે અને આમ જ કળા, સંસ્કૃતિ અને લોકોના વિચારોનું આદાન-પ્રદાન થાય તેવા કાર્યક્રમો વધુને વધુ યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી.


સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત તંજાવુર તામિલનાડુની ૨૪૬ વર્ષ જૂની કલા તંજાવુર આર્ટપ્લેટનું પ્રદર્શન