
ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. તેમજ લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીએ પ્રાર્થના કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મહાદેવ સમક્ષ જળાભિષેક કરી પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપુજા અને પાઘ પુજા કરી ધન્યતા અનુભવી હતી. પુજા વિધી બાદ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર, સેક્રેટરીશ્રી યોગેન્દ્રસિહ દેસાઈએ સ્મૃતિચિન્હ અર્પણ કરી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનું સન્માન કર્યું હતું.

કેન્દ્રીયગૃહમંત્રીશ્રી દ્વારા મંદિરમાં “સોમનાથ યાત્રા એપ” ઈ- લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. તેમજ આરોગ્યધામ માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેના ગૃહમંત્રીશ્રી સમક્ષ આરોગ્ય વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવેલ હતા.
વન સ્ટોપ સોલ્યુશન”સોમનાથ યાત્રા એપ”એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મુસાફરોની સુવિધાની દિશામાં સોમનાથ વિશ્વાસનું મહત્વનું પગલું છે. આ એપની મદદથી યાત્રાધામ સોમનાથ, ભાલકા રામ મંદિરના મુખ્ય મંદિરોના જીવંત દર્શન તેમજ આવાસ અને સોમનાથ કેવી રીતે પહોંચવું તેની માહિતી ઉપરાંત ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી મળી રહેશે.

ઉપરાતં આ એપના મદદથી ઓનલાઈન પૂજાવિધિ નોંધણી, નજીકના જોવાલાયક સ્થળોની માહિતી, સામાજિક પ્રવૃતિ ટ્રસ્ટ દ્વારા જીવનના ઉદ્ધાર માટે કરવામાં આવી રહેલા કાર્યોના ફોટા અને વિગતો તેમજ સોમનાથના તાજેતરના અપડેટ્સ, ફોટો ગેલેરી, ઇ-લાઇબ્રેરી સહિત સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના સામયિકો, ઈ-માલા સહિતની જાણકારી મળી રહેશે. આ એપના મદદથી મુસાફરો તેમનો અનુભવ પણ શેર કરી શકશે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની સોમનાથ મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, ઉના ધારાસભ્યશ્રી કે.સી.રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી પિયૂષભાઇ ફોફંડી, સોમનાથ મંદિર ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીપાલ શેસમા, અગ્રણીશ્રી દિનુભાઈ સોલંકી સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન