
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગારના માર્ગદર્શન હેઠળ કેસ્ટરલોક જેટી ભીડિયા, વેરાવળ ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવેરનેસ કાર્યક્રમમાં રાજ્યના ૧૬૪૦ કિમીના દરિયા કિનારાની રાષ્ટ્રીય સંપત્તીનું જતન કરવાની સમજ સાથે જ ફિશરમેનોને IMBL ન ઓળંગવા તથા દરિયાઇ સુરક્ષાના નિયમોનુ પાલન, ફિશરીઝ એકટનુ પાલન, રાષ્ટ્રીય સુરક્ષાના હિતોનુ પાલન કરવા સમજ કરવામા આવી હતી. ઉપરાંત ફિશીંગમા ગૃપ સાથે સંકલન રાખવા તથા દરિયામા લાઇન ફીશીંગ ન કરવા તેમજ અન્ય દ્વારા લાઇન ફિશીંગ થાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત ફિશરીઝ એકટના નિયમો મુજબ જરૂરી ડોકયુમેન્ટ, સુરક્ષા એજન્સીના કોન્ટેકટ નંબરનું લિસ્ટ તથા અગ્નિશામક સાધનો, લાઇફ સેવીંગ ઈક્વિપમેન્ટ બોટ સાથે રાખવા અંગે સમજણ આપવામાં આવી હતી અને ફિશરમેન અવેરનેસ મોડ્યૂલ મુજબ સુચનાઓ આપવામાં આવી હતી.

આ તકે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર, સોમનાથ મરીન પો.સ્ટે. ઇન્ચાર્જ પોલીસ ઈન્સ.શ્રી એચ.આર.ગોસ્વામી, સેન્ટ્રલ આઇબી પો.ઈન્સ. ધર્મેશ વાસન, એસ.ઓ.જી એએસઆઇ ગોવિંદભાઇ વંશ, વિજયભાઇ બોરખતરીયા, લક્ષ્મણભાઇ મેતા, નરવણસિંહ ગોહીલ તથા સ્ટેટ આઇ.બી.એ.આઇ.ઓ. લતાબેન પરમાર તથા કોસ્ટગાર્ડ અધિકારી અશોક કુમાર તથા ફિશરીઝ ડીપાર્ટમેન્ટના એસ.એફ.વિમલભાઇ પંડયા તેમજ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા સાગર ફાઉન્ડેશન બોટ એસોસીયેશન પ્રમુખ શ્રી તુલસીભાઇ ગોહેલ, ઉપપ્રમુખ દામજીભાઇ ફોફંડી તથા ભીડીયા ખારવા સમાજ બોટ એસોસીયેશનના પ્રમુખ રમેશભાઇ ડાલકી, ખારવા સમાજના આગેવાનો તથા કોળી સમાજ બોટ એસોસીયેશનના પ્રમુખ શ્રી લક્ષ્મીકાન્તભાઇ સોલંકી, કોળી સમાજના આગેવાનો તથા વેરાવળ બોટ માલિકો, ટંડેલો તથા માછીમાર સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન