October 1, 2022

સોમનાથ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ યોજાયો

સોમનાથ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ યોજાયો
Views: 194
0 0

Share with:


Read Time:2 Minute, 39 Second
સોમનાથ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ યોજાયો

        ગીર-સોમનાથ તા. -૧૫, સોમનાથ રામમંદિર ઓડેટરીયમમાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ દેશભક્તિ થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રામીબેન વાજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

        આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિશુમંદિર ઇન્ટર નેશનલ સ્કુલ ડારીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રેટ્રીઓટીક થીમેટીક ફ્યુઝન ડાન્સ તેમજ ચિરાગ સોંલંકી એન્ડ ગૃપ દ્વારા દેશભક્તિ ગીત રજુ કર્યા હતા. તેમજ જૂનાગઢથી આઝાદી કા અમૃત મહોત્સ્વ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ લોકોએ નિહાળ્યો હતો.

        આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચનમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, જિલ્લા કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહીલ અને નગરપાલિકાના પ્રમુખશ્રી પિયુશભાઇ ફોફંડીએ સ્વાતંત્ર્ય દિનની પુર્વ સંધ્યાએ સ્વતંત્રતા પવર્વની શુભેચ્છા પાઠવી હતી. પોતાના પરિવારને મુકી ભારતમાતા માટે ભારત દેશને આઝાદી આપવા માટે પોતાનું સ્વસ્થ ન્યોછાવર કરનાર વિર શહીદોને યાદ કર્યા હતા.

        શાબ્દીક સ્વાગત જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણાએ કર્યું હતું. અંતમા આભારવિધિ મામલતદારશ્રી ચાંડેગરાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નિમાવતે કર્યું હતું.

        આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખશ્રી દેવાભાઇ ધારેચા, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી કપીલ મહેતા, અગ્રણીશ્રી બચુભાઇ વાજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવીન્દ્ર ખતાલે, અધિક કલેકટરશ્રી ભાવેશ લીંબાસીયા, તાલાળા તાલુકા વિકાસ અધિકારીશ્રી કંચનબેન શિંગાળા, (તાલીમી આઇ.એ.એસ.) વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: