
આગામી શિવરાત્રિના મહાપર્વને ધ્યાનમાં લઈ સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડની શક્યતાને જોતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.વી.લિંબાસિયા દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે હેતુસર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર સફારી બાયપાસ તરફથી થઈ ગુડલક સર્કલ-વેણેશ્વર થઈ તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યૂ ગૌરીકુંડ પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં રાખી દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો ત્રિવેણી રોડ પર પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ પર થઈ સદ્ભાવના ગ્રાઉન્ડ પાસે થઈ સફારી બાયપાસથી વાહનો બહાર નીકળશે. એ અનુસાર રસ્તો એકમાર્ગિય કરવા તેમજ ગુડલક સર્કલથી હમીરજી સર્કલ અને ત્યાંથી ત્રિવેણી રોડ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરાયો છે.
આ જાહેરનામું તા.૧૬/૦૨/૨૦૦૨૩ થી ૨૨/૦૨/૨૦૨૩ના ૮.૦૦ કલાક સુધી અમલમાં રહેશે તેમજ ફરજ પરના સરકારી વાહનો તથા ઈમરજન્સી સેવાઓને લાગુ પડશે નહીં.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન