
પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદિરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે. આ યાત્રાધામ ખાતે આવેલ દરીયા કિનારે વારંવાર મોજામાં તણાઈ જવાથી, સ્નાન કરવા જતા ડૂબી જવાથી કે અન્ય રીતે માનવ મૃત્યુના બનાવો બનવા પામેલ છે. આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયા દ્વારાગીર સોમનાથ જિલ્લો ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ સોમનાથ મંદિરના સમુદ્રમાં સ્નાન કરવા કે ઉંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર જિલ્લાના પ્રભાસપાટણ મુકામે આવેલ શ્રી સોમનાથ મંદીરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદુમાં, સોમનાથ મંદીરની પુર્વ–પશ્ચિમ બન્ને સાઈડમાં આશરે ૪ (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઈપણ વ્યકિતએ સમુદ્રમાં સ્નાન કરવા જવુ નહી કે સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ કરવો નહી. ફરજની રૂઈએ આ વિસ્તારમાં કોઈ સરકારી ખાતાના કર્મચારી અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરવાની થતી હોય તો તેઓને આ હુકમની જોગવાઈ લાગુ પડશે નહી.
આ જાહેરનામું તા.૧૭/૦૨/૨૦૨૩થી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી