
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમ સાથે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે એ પહેલા વિશ્વશાંતિનો સંદેશો લઈ શિવમય ભાવના સાથે તમિલનાડુના ૧૨૦ જેટલા પંડિતો દ્વારા વેદઋચાઓ સાથે અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ કરાયો છે. જે માટે ચોપાટી પર જ મોટી યજ્ઞશાળાનું આયોજન કરાયું છે.

તમિલ સંસ્કૃતિનો ભવ્ય વારસો પોતાની સાથે લઈ સોમનાથના સાન્નિધ્યમાં પધારેલા ૧૨૦ જેટલા પંડિતો તેમજ ૬૫૦ જેટલા ભક્તો ભક્તિમય વાતાવરણમાં શ્લોકના મધુર ઉચ્ચારણ સાથે શિવજીનું મહિમામંડન વર્ણવી રહ્યાં છે. દક્ષિણ ભારતના પરંપરાગત વાદ્યોના સૂર સાથે શિવમય સૂરાવલીમાં સોમનાથવાસીઓને તમિલ દર્શન થાય તેવું વાતાવરણ ઉભું થયું છે. જેમાં પાંચ યજ્ઞકુંડ સાથે મધ્યમાં વિશાળ કમળ આકૃતિ પર ૧૦૦૮ કળશનું સ્થાપન કરવામાં આવ્યું છે તેમજ જુદા જુદા દ્રવ્યોની આહુતિથી ૧૪ તારીખ સુધી આ મહાયજ્ઞ ચાલવાનો છે.

ચોપાટી ખાતે તૈયાર કરાયેલી યજ્ઞશાળામાં તમિલ સંસ્કૃતિને રજૂ કરતા નંદીના તોરણો તેમજ પ્રત્યેક સ્તંભો પર શિવપ્રતિકોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે ઉપરાંત યજ્ઞશાળાની ભૂમિને ગાયના પવિત્ર ગોબરથી લિંપણ કરવામા આવી છે. આ રીતે સૌરાષ્ટ્રવાસીઓને પણ તમિલ સંસ્કૃતિના દર્શનનો અને અનુભૂતિનો લાભ ઘરઆંગણે જ મળી રહ્યો છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન