
સુરેન્દ્રનગરમાં આજે સુરતના એક પોલીસ ઈન્સપેક્ટ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એકતરફી પ્રેમમાં પાલગ પોલીસ ઈન્સપેક્ટરે તમામ હદ વટાવતા આખરે તેનાથી કંટાળીને પરણીતાએ સુરેન્દ્રનગર બી ડિવીઝનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ ઈન્સપેક્ટર સત્તાનો દુરઉપયોગ કરીને પરણીતા કોની સાથે વાતચીત કરે છે તેની માહિતી પણ કઢાવતો હતો.
સુરેન્દ્રનગરની પરણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, એક તરફી પ્રેમમાં પાગલ હાલ સુરત પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. પોલીસ ઈન્સપેક્ટર યશપાલસિંહ ગોહિલ પહેલા સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા. યશપાલસિંહ ગોહિલ અને પરણીતા બંને એક જ ગામના હોવાથી અગાઉ એક બીજાના પરિચયમાં હતા. યશપાલસિંહ ગોહિલ જ્યારે સુરેન્દ્રનગર પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન પરણીતાના એક તરફી પ્રેમમાં પડ્યા હતા.
પોલીસ ઈન્સપેક્ટર યશપાલસિંહ ગોહિલે પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને પરણીતાની કોલ ડિટેઈલ કઢાવીને જે લોકો તેની સાથે વાતચીત કરતા હતા તે લોકોને ફોન મેસેજ કરીને પરેશાન કરતા હતા. ઉપરાંત પરણીતાને વારંવાર ફોન અને મેસેજ કરીને પરેશાન કરતો હતો, પરણીતાને 10 અલગ અલગ નંબરથી ફોન મેસેજ કરીને હેરાન કરતો હતો, સાથે જ ધમકી પણ આપતો હતો.
પરણીતાએ આક્ષેપ કર્યો છે કે, 6 મહિના અગાઉ પોલીસ ઈન્સપેક્ટર તેમના ડ્રાઈવર સાથે તેમના ઘરે આવી પહોંચ્યો હતો અને તેને લાફા માર્યા હતા. ઉપરાંત પોલીસ ઈન્સપેક્ટરે પરણીતાના ફોટોને મોર્ફ કરી બીભસ્ત વીડિયો બનાવીને પરણીતાના જેઠને પણ મોકલ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે સુરતના પોલીસ ઈન્સપેક્ટર અને તેના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી