
સુરતના કામરેજ પોલીસને એક મોટી સફળતા હાંસલ થઈ છે. પોલીસે 29મીએ પોતાની કાર્યવાહી દરમિયાન નકલી 25.80 કરોડની નોટોને ઝડપી પાડી છે. જોકે ડ્રાઈવર સાથે પુછપરછ થઈ ત્યારે પોલીસને તેણે જણાવ્યું કે સિનેમાના હેતુથી આ નોટો છપાઈ હતી. પોલીસે જોયું તો તેમાં લખ્યું હતું રિવર્સ બેન્ક ઓફ ઈન્ડિયા. છતાં આ વ્યક્તિ એમ્બ્યૂલન્સમાં કેમ આટલી માત્રામાં નકલી નોટો લઈ જતો હતો તે સ્થિતિ કોઈ રીતે પોલીસના ગળે ઉતરે તેમ ન હતી. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત રૂરલ એસપી હિતેશ જોશિયારે જણાવ્યું હતું કે, આજે બપોરે પીઆઈ કામરેજ અને તેમની ટીમને એક વિશ્વાસુ તરફથી માહિતી મળી હતી કે, અમદાવાદથી મુંબઈ જતા રોડ પર એક એમ્બ્યૂલન્સમાં નકલી નોટોનું મોટી માત્રામાં ટ્રાન્સપોર્ટેશન થવાનું છે. જેના આધારે પોલીસે શિવશક્તિ હોટેલ પાસે બાતમી આધારે આવતી એમ્બ્યૂલન્સને રોકી હતી. જેમાં ડ્રાઈવર હિતેશ કોટડિયા (રહે જામનગર)ને પકડ્યો હતો. એમબ્યૂલન્સમાંથી છ મોટી પેટીઓ મળી હતી જેમાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી.
તેમણે કહ્યું કે આ નોટો કુલ રૂપિયા 25.80 કરોડની હતી. નોટ જોતા પોલીસની સામે આવ્યું કે રિઝર્વ બેન્કની જગ્યાએ રિવર્સ બેન્ક ઓફ ઈન્ડિયા એવું લખેલું છે. જેને સિનેમાના હેતુ માટે છાપવામાં આવી છે. જોકે પોલીસે રિઝર્વ બેન્કના અધિકારીઓ અને એફએસએલની ટીમને બોલાવી છે જેમની તપાસ રિપોર્ટને આધારે નોટો અંગે વધુ બાબતો સામે આવશે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી