
ખેડૂતોને ચણા પાકમાં સુકારાના રોગ સામે લેવાના થતા પગલા બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા માહિતીલક્ષી સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, વાવેતરમાટે સુકારા પ્રતિકારક જાત(ગુ.ચ.૧,ગુ.ચ.૫,ગુજરાત જુનાગઢ ચણા-૬)ની પસંદગી કરવી.
ઉપરાંત બીજને થાયરમ ૩ ગ્રામ અથવા કેપ્ટન ૩ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વે ટેબલ પાવડરગ્રામ અથવા ટ્રાઈકોડર્મા જૈવિક નિયંત્રક ૧૦ થી ૨૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પટદીઠ આપીને વાવણી કરવી. વાવતી વખતે દિવેલી ખોળ હેક્ટર દીઠ ૧ ટન તેમજ ચણા પછી બાજરી કે જુવારની ફેરબદલી કરવાથી સુકારાની જીવાતનું પ્રમાણ ઘટાડી શકાય છે.

ખાતર માટે સારીગુણવતા ૫ કિગ્રા ટ્રાઈકોડર્માપાઉડરને ૫૦૦ કિગ્રા પ્રતિ હેકટર છાણીયું ખાતર અથવા વર્મિકમ્પોસ્ટ અથવા ડિઓઇલ્ડ દિવેલી ખોળ અથવા રાયડાના ખોળ અથવા લીંબોળીખોળ સાથે ભેળવી ચાસમાં આપવું એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી