
ઉના માં સી.આર. પાટીલને આવકારવા ભા.જ.પા માં થનગનાટ
પદાધિકારીઓની બેઠકમાં ૪૫૦ થી વધુ આગેવાનોની હાજરી
નગરપાલિકાના સભાખંડમાં મળેલી બેઠકમાં અભૂતપૂર્વ તૈયારીઓને આખરી ઓપ
સમગ્ર ગુજરાત રાજયમાં ચૂંટણીનો માહોલ જામી રહયો છે ત્યારે, આગામી બીજી ઓકટોમ્બર ને રવિવારે
ઉના માંભા.જ.પા ના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પધારી રહયા છે. જેને લઈને પૂર્વ ધારાસભ્યશ્રી કે.સી. રાઠોડ
નાં માર્ગદર્શન હેઠળ ૯૩–ઉના વિધાનસભા ભા.જ.પે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. પ્રદેશ
ભા.જ.પા અધ્યક્ષ સી.આર. પાટીલ તાઃ– ૦૨/૧૦/૨૦૨૨ ને રવિવારે ઉના માં કાર્યકર્તા મહાસંમેલન તથા રૂદ્દાક્ષ
સીનેમાનાં ઉદ્ધાટન માટે આવનાર હોય અધ્યક્ષને આવકારવામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અને આયોજન માટે

ભા.જ.પા નાં ચુંટાયેલા પદાધિકારીઓ, સંગઠનનાં હોદેદારો અને બુથના પ્રમુખ અને કાર્યકરોની મીટીંગ ગત તા.
૨૯/૦૯/૨૦૨૨ ને ગુરૂવારે બપોરે ચાર વાગ્યે ઉના નગરપાલિકાનાં સભાખંડમાં મળેલ હતી. જેમાં પૂર્વ ધારાસભ્યશ્રી
કે.સી. રાઠોડ, જીલ્લા ભા.જ.પા નાં મહામંત્રી વિશાલભાઈ વોરા, તાલુકા ભા.જ.પા ના ઉના નાં પ્રમુખશ્રી બાબુભાઈ
ચૈાહાણ, ગીરગઢડા તાલુકા પ્રમુખ કાળુભાઈ રૂપાલા તથા શહેર ભાજપા નાં પ્રમુખ મિતેશભાઈ શાહ સહિત ૪૫૦ થી

વધુ આગેવાનો ઉપસ્થિત રહયા હતાં અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી કાર્યકરોને ઉમટી પડવા હાકલ કરાયેલ,
ઉના શહેરનાં ત્રિકોણબાગ ચોક સામે આવેલ રાવણાવાડી માં બપોરે ૧૧-૦૦ વાગ્યે મળનાર કાર્યકર્તા
મહાસંમેલનમાં ૧૦ હજારથી વધુ કાર્યકર્તાઓ ઉમટી પડશે અને તમામ કાર્યકરો અગ્રણીઓ માટે ભોજન સમારંભનું
પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું ભા.જ.પા ની એક યાદીમાં જણાવાયુ છે.
Average Rating
More Stories
ધોકડવા ગામે માધ્યમિક શાળા ના ટ્રસ્ટ દ્વારા શીક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરીયા ને કરાય અરજી
ઉનાના નવનિયુક્ત ધારાસભ્ય કે.સી.રાઠોડ દ્વારા 20 કરોડના ખર્ચે રોડ નિર્માણ:ડબલ એન્જિન સરકારમાં વિકાસનું સૂત્ર સાકાર
કોડીનારમાં ઉનાના ભાજપ ઉમેદવાર કે.સી.રાઠોડ ની જોરદાર સ્પીચ