સંઘ સંસ્કારને ઉજાળનાર
એક સ્વયંસેવકની પ્રેરણાગાથા
💐💐💐💐💐💐💐💐💐💐
નાગપુરના 85 વર્ષના આરએસએસના સ્વયંસેવક શ્રી નારાયણ દાભાડકરજી કોરોના મહામારીની ઝપટમાં આવી ગયા. હાલત બહુ સારી નહોતી.
એમની દિકરી એમને નાગપુરની ઇંદિરા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઇ ગયા. એ દરમિયાન એમનું ઓક્સીજન લેવલ ખતરનાક સ્તરે ઘટી રહ્યું હતું. હોસ્પિટલમાં દાખલ થવા માટે એમની દિકરી ફોર્મ ભરી રહી હતી. એ સમયે નાનું બાળક લઇને રડી રહેલી એક મહિલા પર નારાયણ દાભાડકરજીની નજર પડી.
એ મહિલા કાઉન્ટર પર કરગરી રહી હતી પોતાના કોરોનાગ્રસ્ત 40 વર્ષના પતિને બેડ મળે એ માટે….
દાભાડકરજી સંઘના સ્વયંસેવક.
એમની અંદર પડેલા સંઘ સંસ્કાર બહાર આવ્યા. એમણે એક સંઘ સ્વસંસેવકના કર્તવ્યનું પાલન કરતા કાઉન્ટર પર વિનંતી કરતા કહ્યું : મારી ઉંમર આમ પણ 85 વર્ષની થઇ ગઇ છે. મારા જીવનનો તો ઉદ્દેશ્ય પૂરો થઇ ગયો છે. આથી મારી તમને વિનંતી છે કે મને જે બેડ મળ્યો છે એ પેલી બહેનના પતિને આપી દો, હજુ એ યુવાન છે, એણે હજુ ઘણી જવાબદારીઓ નિભાવવાની બાકી છે.’
ડોક્ટર સહિત હાજર ઘણા લોકોએ દાભાડકરજીને ખૂબ સમજાવ્યા, પણ દાભાડકરજી મક્કમ રહ્યા. પેલા કોરોનાગ્રસ્ત યુવાનને પોતાનો બેડ આપીને એક સંતોષ લઇને એ ઘરે પાછા આવ્યા.
ત્રણ દિવસ પછી નારાયણ દાભાડકરજીનું દેહાવસાન થયું.
ઉંમર ભલે ગમે તેટલી થઇ હોય પણ દરેકને જીવવાની લાલસા હોય છે પણ આ તો સંઘ સંસ્કારથી શિક્ષિત-દિક્ષિત સ્વયંસેવક હતા. એ ‘સ્વ’ નો તો ક્યારેય વિચાર જ કરતો નથી. સમાજ, રાષ્ટ્ર કે સમષ્ટિ માટે જીવે એ જ તો સંઘ સંસ્કાર છે….
જીવનની મહત્વની પળે સંઘ સંસ્કારને
ઉજાળનાર નારાયણ દાભાડકરજીને વિનમ્ર શ્રદ્ધાંજલિ….
પુણ્યાત્માને નમન……🙏💐🙏

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ