December 11, 2023

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સત્તરમાયુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સત્તરમાયુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
Views: 1989
0 0
Spread the love

Share with:


Read Time:6 Minute, 26 Second

 આધુનિક સમયમાં સંસ્કૃત અને રમત-ગમતનો સમન્વય કરતાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં ૧૭માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોત્સાહન અને પ્રગતિ દ્વારા પ્રસિદ્ધિ મેળવવી તે આ યુવક મહોત્સવનું લક્ષ્ય છે. આ મહોત્સવ પૂર્વે સવારે ૮:૦૦ કલાકે ટાવર ચોકથી યુનિવર્સિટી પરિસર સુધી એક સુંદર સંસ્કૃત શોભાયાત્રા પણ નીકળી હતી.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઇ જાની તેમજ ગીર-સોમનાથ અગ્રણી મહેન્દ્રભાઇ પીઠિયાના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના પદાધિકારીઓ, ગુજરાતભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો, અધ્યાપકો / અધ્યાપિકાઓ અને યુનિવર્સિટી કર્મચારીગણે આ યાત્રામાં ભાગ લીધો હતો. યુનિવર્સિટી પરિસરમાં વાજતે ગાજતે પહોંચેલી સંસ્કૃત શોભાયાત્રાનું સ્વાગત  કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિએ કર્યું, યુવક-મહોત્સવનો ધ્વજ ફરકાવ્યો અને મશાલની યથોચિત સ્થાને સ્થાપના કરાવી. યુનિવર્સિટી કુલસચિવ ડૉ. દશરથ જાદવે તમામ સ્પર્ધકો પાસે ખેલદીલીપૂર્વક રમવાની અને યુનિવર્સિટીનું ગૌરવ વધારવાની પ્રતિજ્ઞા લેવડાવી. આ સંસ્કૃત શોભાયાત્રાનું સંચાલન પુરાણનાં પ્રાધ્યાપક ડૉ. પંકજકુમાર રાવલે કરેલ હતું. અન્ય કામગીરી શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ડૉ. જયેશકુમાર મુંગરાએ કરી.

ઉદ્ઘાટન કાર્યક્રમના અધ્યક્ષ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિએ કહ્યુ કે, स्फुरणम् નામનો ૧૭મો યુવક મહોત્સવ સૌ પ્રતિભાગિઓને પોતાની રમત-ગમત સંસ્કૃતિ કલામાં સ્ફુરવાની પ્રેરણા આપશે. સ્ફુરણા દ્વારા તમામ પ્રતિભાગીઓ પોતાનું, પોતાની સંસ્થાનું, ગામનું, નગરનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી.

ઉદ્ઘાટન સમારોહની શરૂઆતમાં યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.દશરથ જાદવે સૌનું સ્વાગત કર્યું તથા સૌ મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવી ૧૭મા યુવક મહોત્સવ અંગે સૌને અવગત કરેલ. મંચસ્થ મહાનુભાવો દ્વારા યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત બે ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું, જેની વિગતો નીચે મુજબ છે.

क्रमग्रन्थ का नामप्रधान संपादकसंपादक/अनुवादक/लेखकविशेष
१.वातूलनाथसूत्राणिप्रो. सुकान्त कुमार सेनापतिसंपादक –प्रो. जे.पी.एन. द्विवेदी Rare Book (E-Book in PDF)
२.वाक्यार्थज्योतिः अंकः-५प्रो. (डॉ.) ललितकुमार पटेलसंपादक – डॉ. नित्यानंद ओझाNational Proceeding Volume

અત્રેના સારસ્વત અતિથિ એવા પ્રો.હરેરામ ત્રિપાઠીએ મંચસ્થ મહાનુભાવોનો પરિચય સંસ્કૃત શ્લોકમાં પ્રસ્તુત કર્યો. તેમણે કહ્યું કે UGC 12(B) સ્ટેટસ, NAAC A+ ગ્રેડ, નિયમિતરુપે વિવિધ પ્રકાશનો, યુનિવર્સિટી શોધપત્રિકા शोधज्योति:નો UGC CARE Listમાં સમાવેશ અને નિયમિતરૂપે યુનિવર્સિટી ન્યુઝલેટર सोमज्योति:નું પ્રકાશન સ્વયં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિર્સિટિની ગૌરવગાથા છે.

કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા પ્રો.અર્જુનસિંહ રાણાએ કહ્યુ કે, સ્પર્ધા એક પ્રકારની યોજના છે, જેમાં સૌપ્રતિભાગીઓએ નિયમબદ્ધ ભાગ લેવાનો છે. તંદુરસ્ત મન અને તનથી સ્પર્ધાઓમાં વિજેતા બની રાજ્ય સરકાર દ્વારા આયોજિત થનાર રાજ્યક્ક્ષાના ખેલ મહાકુંભમાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા સૌને આહ્વાન કર્યુ. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર વચ્ચે MoU કરવા પ્રતિબદ્ધતા દર્શાવી. MoU દ્વારા Faculty Development Programme (FDP), Faculty-Student Exchangeને પ્રોત્સાહિત કરવા રજૂઆત કરી. NEP-2020ને અનુસરીને ભારતીય જ્ઞાન પ્રણાલી મારફત પ્રાચીન રમતોને ઉજાગર કરવા નમ્ર નિવેદન કર્યું. Sports Authority of Gujaratની Rs. 10,00,00,000 (રૂપિયા દસ કરોડ) જેટલી ગ્રાંટ અત્રેની યુનિવર્સિટીને મળે તે માટે દરખાસ્ત કરવા સામેથી અપીલ કરી, જેને સૌએ વધાવી લીધી.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સત્તરમાયુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

૧૭મા યુવક મહોત્સવના મુખ્ય સંયોજિકા અને પ્રાધ્યાપિકા ડૉ. બી.ઉમા મહેશ્વરીએ મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો. આ યુવક મહોત્સવમાં ગુજરાત રાજ્યની ૩૩ સંસ્કૃત કોલેજો / મહાવિદ્યાલયોના ૭૦૦ જેટલા સ્પર્ધકો ત્રણ દિવસ વિવિધ ૨૯ સ્પર્ધાઓમાં ભાગ લેશે અને પોતાની કળા-શક્તિનો પરિચય કરાવશે. તેમ કુલસચિવ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ‘રમશે સંસ્કૃત અને જીતશે સંસ્કૃત’ જેવું સૂત્ર આપ્યું હતું.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author