
વેરાવળ તાલુકાની શ્રી આજોઠા કન્યા શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજા તેમજ ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં ઈન્ડીયન રેયોન વેરાવળ-જીએચસીએલ સુત્રાપાડા તથા ગ્રામજનોના સહકારથી નવનિર્મીત સાયન્સ લેબ તથા અધતન કોમ્પ્યુટર લેબનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

બાળકની સુષુપ્ત શક્તિઓ વિકસાવવા અને રોજબરોજના વ્યવહારમાં વિજ્ઞાનનો ઉપયોગ વધારવા તેમજ ટેક્નોલોજીની દિશામાં વિદ્યાર્થીઓ હરણફાળ ભરી શકે તેવા હેતુથી કોમ્પ્યુટર લેબ તેમજ વિદ્યાર્થીઓની બહુમુખી પ્રતિભા વિકસી શકે તેવા હેતુસર મિલેટ મહોત્સવ અંતર્ગત આનંદમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ૧૪ ખાણીપીણીના સ્ટોલ તથા ગેમઝોનમાં બાળકો સહિત સમગ્ર ગ્રામજનો પણ સહભાગી થયા હતાં.

આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.કે.વાજા, વિક્રમભાઈ પટાટ સહિતના અગ્રણીઓ, ઈન્ડીયન રેયોન સીએસઆર શ્રધ્ધા મહેતા, જીએચસીએલ મેનેજર શ્રી અજીતભાઇ બારડ, આજોઠા સરપંચ શ્રી મેણસીભાઈ બારડ તેમજ સી.આર.સી., આચાર્યશ્રી અને શિક્ષકો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી આજોઠા કન્યા શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન