Sorath Ni Dharohar

News Channel of India

વૌયાષ્ટ્ર તમભર વંગભ કામયક્રભના વાતભા મદલવે વૌયામષ્ટ્રમન તમભર ભશેભાનો ભાટેફાદર઩યા ગાભભાં બવ્મ વાંસ્કૃમતક કામયક્રભ મોજામો

વૌયાષ્ટ્ર તમભર વંગભ કામયક્રભના વાતભા મદલવે વૌયામષ્ટ્રમન તમભર ભશેભાનો ભાટેફાદર઩યા ગાભભાં બવ્મ વાંસ્કૃમતક કામયક્રભ મોજામો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે જિલ્લાના આદર્શ ગામ બાદલપરામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ગ્રુપો દ્વારા અનેકવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેને ઊપસ્થિત મહેમાનોએ મનભરી માણી હતી.

કાર્યક્રમના સાતમા દિવસે બાદલપરામાં ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. જે શ્રેણીમાં ભરતનાટ્યમ નૃત્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ‘સામે કાંઠે વેલડા આવ્યા’ ગીત પર ગુજરાતની ઓળખ સમાન ગરબો રજૂ કરવામાં આવ્યું હતો. જે નિહાળી તમિલ મહેમાનો મંત્રમુગ્ધ થયા હતા. મણિયારો રાસની મનમોહક રજૂઆત જોઈને તમિલ બંધુઓ-ભગિનીઓ શૌર્યરસમાં તરબોળ થયા હતા. ‘હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે’ ગીત પર ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. જેની રજૂઆત કરવાની શૈલીએ ઉપસ્થિત સર્વેમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

વૌયાષ્ટ્ર તમભર વંગભ કામયક્રભના વાતભા મદલવે વૌયામષ્ટ્રમન તમભર ભશેભાનો ભાટેફાદર઩યા ગાભભાં બવ્મ વાંસ્કૃમતક કામયક્રભ મોજામો

આ તકે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાર્થક કરવા સૌરાષ્ટ્ર સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંગમ એક રાજ્ય થી બીજા રાજ્યને જોડવાનું કામ કરે છે. આપણી ભાષા, સંસ્કૃતિ ભલે અલગ હોય પરંતુ આપણી ભક્તિ એક જ છે. હજારો વર્ષ પહેલા આક્રમણના કારણે સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં સ્થાયી થયેલા લોકોનું આજે પોતાની માતૃભૂમિમાં હાર્દિક સ્વાગત છે.

મદુરાઈથી આવેલા ભુવનેશ્વરીજીએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આજે હું માતૃભૂમિની ગોદમાં આવી હોય એવું લાગી રહ્યું છે. બાદલપરા ગામને જોઈને મને બાળપણમાં જોયેલા મારા ગામની યાદ આવી ગઈ છે. વિશ્વમાં સાત અજાયબીઓ છે પરંતુ સૌરાષ્ટ્ર તમિલ સંગમએ વિશ્વની આઠમી અજાયબી છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં સહભાગી થવાનો મોકો આપવા બદલ અમે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ. ભુવનેશ્વરીજીએ બીજા જન્મ સૌરાષ્ટ્રમાં લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે આદર્શ ગામ બાદલપરા પર બનેલી ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી. ત્યારબાદ તમિલનાડુથી આવેલ મહિલાઓએ ટ્રેનમાં સૌરાષ્ટ્ર તમિલ  સંગમ પર રચેલું ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નામનો પણ ઉલ્લેખ છે. આ ગીતને મંત્રીશ્રીઓ સહિત ઉપસ્થિતસૌએ રસપુર્વક સાંભળ્યું હતું. આ કાર્યક્રમની આભાર વિધિ તાલાળા ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ દ્વારા કરવામાં આવી હતી.

આ તકે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, પોરબંદર સાંસદશ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી રામીબેન વાજા, જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, રેન્જ આઇ.જી.શ્રી મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સહિત પદાધિકારીશ્રીઓ/ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


વૌયાષ્ટ્ર તમભર વંગભ કામયક્રભના વાતભા મદલવે વૌયામષ્ટ્રમન તમભર ભશેભાનો ભાટેફાદર઩યા ગાભભાં બવ્મ વાંસ્કૃમતક કામયક્રભ મોજામો