October 1, 2022

વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે નવી આર. ટી.પી.સી.આર. લેબનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા…..

વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે નવી આર. ટી.પી.સી.આર. લેબનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા…..
Views: 186
0 0

Share with:


Read Time:1 Minute, 55 Second

વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે નવી આર.ટી.પી.સી.આર. લેબનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા
ગીર-સોમનાથ તા. -૧૫, ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા અનેક કલ્યાણકારી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં વધુ એક સુવિધા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગીર-સોમનાથ જિલ્લાને પ્રાપ્ત થઇ.
જુની સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગ, વેરાવળ ખાતે ગુજરાત સરકારશ્રી દ્વારા આઇ.સી.એમ.આર. ના નિયમોનુસાર કોવીડ-૧૯ના દર્દીઓના ઝડપી નિદાન માટે નવી આર.ટી.પી.સી.આર. લેબ શરૂ કરવામાં આવી છે. જેનું આજે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ લોકાર્પણ કરી જણાવ્યું હતું કે, સ્થાનિક આર.ટી.પી.સી.આર. લેબ શરૂ થતા હવે જુનાગઢ સેમ્પલ મોકલવાની જરૂરીયાત નહી રહે અને દર્દીના ૨૪ કલાકમાં રીપોર્ટ મળી જશે. આ લેબમાં એક માઇક્રોબાયોજીસ્ટન અને ૬ લેબ ટેકનિશ્યન સેવા માટે કાર્યરત રહેશે.
આ પ્રસંગે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ, નગરપાલિકા પ્રમુખશ્રી પીયુશ ફોફંડી, ચીફ ઓફીસર જતીન મહેતા, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઇ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઇ સોલંકી, સિવિલ સર્જન ડો.જિજ્ઞેશ પરમાર, ડો.બાલુ રામ, સુપરવાઇઝર નાઘેરા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: