
પ્રેરિત સામાજિક સદભાવ સમિતિ – વેરાવળ નગર દ્વારા આજ રોજ તારીખ: ૦૨/૦૫/૨૦૨૩ ને મંગળવાર ના રોજ ગીર સોમનાથ જિલ્લા કલેકટર સાહેબ ને વિવિધ સમાજ, સંસ્થા અને સમિતિઓ ના અગ્રણી અને હોદેદારો દ્વારા આવેદન પત્ર આપી જણાવેલ છે કે સમલૈંગિક વિવાહ એ એક વિકૃતિ છે અને ભારતીય સભ્ય સમાજ માટે આવનારા સમય માં બહુ ગંભીર પરિણામો આવી શકે છે અને સંસ્કૃતિ પર ના આવા પ્રહાર ને વખોડી કાઢવા માં આવે છે. આ કાયદો બનતા પહેલા આની સર્વે થાય, બધા ધર્મ ગુરુ અને અનુયાયીઓ ના મત સંભાળવા માં આવે અને યોગ્ય રીતે અભ્યાસ બાદ આવા કાયદા ને અમલ ના કરવા માંગ કરેલ છે.

આ આવેદનત્રમાં આર. એસ. એસ. વેરાવળ નગર ના સરસંચાલક શ્રી પ્રફુલ ભાઈ હરિયાણી, રબારી સમાજ ના અગ્રણી શ્રી ભુપતભાઈ કોડિયાતર, શ્રી ધવલ ભાઈ ગરચર, સાધુ સમાજ ના પ્રમુખ શ્રી શૈલેષ મેસવાણીયા, ખારવા સમાજ ના આગેવાન શ્રી મનસુખ ભાઈ સુયાણી અને અન્ય સમાજ ના પ્રમુખ અને આગેવાનો સાથે ચાલીસ જેટલા લોકો એ આવેદન પાઠવેલ હતું.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન