
રાવળનાં જાલેશ્વર ખાતે બાવા અકબરશાહ ગૃપ દ્વારા પીરે તરીકત પીર અર્બ્દુરહીમમીંયા કાદરી (મોરબીવાળા) ની ઉપસ્થિતિમાં શહિદે-એ-આઝમ ઇમામ-એ-હુશેન(ર.અ.) પ્રસંગે ન્યાઝ અને તકરીરનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ. તેમાં મોરબીવાળા બાપુએ તેમની જોશીલી અને અસરકારક વાણીથી તકરીર કરી હિન્દુ-મુશ્લીમનાં ભેદ-ભાવથી પર રહી,પરસ્પર ભાઇચારો કેળવી, એકતા કાયમ રાખવા પર ભાર મુકી ગરીબ નવાઝે આપેલા આદેશ મુજબ ગરીબો અને નિ:સહાય લોકોને મદદ કરવાની રાહે ચાલવા અપીલ કરેલ. તેમજ તેઓ દ્વારા તમામ માટે દુઆઓ કરવામાં આવી હતી.

ઉપરાંત ઉપસ્થિત તમામ શ્રોતાઓને આજના યુગમાં બાળકોને શિક્ષણ તરફ આગળ વધવા અને સ્વચ્છ ભારત મિશનનાં સુત્રને સાર્થક કરી આપણ સૈા આપણુ ફરીયુ સ્વચ્છ રાખવાની સાથે તંદુરસ્ત આરોગ્ય જાળવવા સહભાગી થવા મોરબીવાળા બાપુએ અનુરોધ કર્યો હતો.
આ શાનદાર પ્રોગ્રામમાં મૈાલાના અનવરબાપુ શામદાર અને શાહીલબાપુ શામદારે નાતે મુસ્તફા અને મરતબે હુશેન પઢેલ. આ પ્રસંગે બહોળી સંખ્યામાં અકીદત મંદોએ અને મુરીદોએ બહોળી સંખ્યામાં હાજરી આપી સવાબેદારીન હાંસલ કરેલ.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી