
જિલ્લાના તાલુકા મથક વેરાવળ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોયના માર્ગદર્શન હેઠળ પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ કેમિસ્ટ્સની મિટિંગનું જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિપક પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૧૫થી લઈ ૨૦૨૨ સુધીમાં ટીબીનો ઘટાડો જોવા મળ્યો છે કે નહીં તે અંતર્ગત ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં વેરાવળના પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટર શ્રીઓ અને કેમિસ્ટ્સ ઉપરાંત જૂનાગઢ મેડિકલ કોલેજના પ્રોફેસર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ મિટિંગમાં જૂનાગઢ મેડિકલ કોલેજના પીએસએમ પ્રોફેસર ડો કપિલ ગૌયાની અને ડો.મયૂર વાળા અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ STDC ખાતેથી ડોક્ટર કશ્યપ, WHO ડોક્ટર ઓઝા તેમજ ચેન્નઈથી આઈસીએમઆરના વૈજ્ઞાનિક ડો. મુનીયાડા તેમજ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ નિલેશ ઝાલા, ડીએસબીસીસી તોસીફ ભાઈ શેખ તેમજ મેણસી સોલંકી તેમજ ડીટીસી સ્ટાફ, STS, STLS, TBHV કાઉન્સિલ વગેરે હાજર રહ્યા હતા.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી