Sorath Ni Dharohar

News Channel of India

વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ  સમગ્ર રાજ્યમાં રૂ.૧૯૪૬ કરોડના ૪૨૪૪૧ આવાસોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો  તેમજ  રૂ.૨૪૫૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના યોગ ભવન ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ૫ લાભાર્થીઓને પ્રતીકાત્મક રૂપે ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તેમજ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણના ૩૫૮ લાભાર્થીઓએ પોતાના નવીન ગૃહમાં કરાવ્યો ગૃહ પ્રવેશ

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દિશા નિર્દેશ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓના કારણે તેમની મુશ્કેલીઓનો અંત આવ્યો છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી જરૂરિયાતમંદ લોકોને પાકુ મકાન બનાવવા માટે સહાય મળી રહી છે. જેના કારણે કાચા મકાન ધરાવતા લોકો પાકુ મકાન બનાવી અને સુખી જીવન જીવી રહ્યા છે.

વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી પિયુષભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ઘરનું પાકું મકાન બનાવવા માટે સરકાર દ્વારા સહાય મળે છે તેના  કારણે લોકોના જીવન ધોરણમાં સુધાર આવ્યો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં યોજનાકીય લાભોની સહાય ડાયરેક્ટ લાભાર્થીના  ખાતામાં જમા થાય છે. તેમજ મહેન્દ્રભાઈ પિઠીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં છેવાડાના લોકોને વિવિધ  યોજનાઓનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે અને કાચા મકાન ધરાવતા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનો બનાવવા માટે સહાય મળી રહી છે.

આ કાર્યક્રમમા ઉપસ્થિતોઍ  સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો અને  પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાફલ્યગાથા દર્શાવતી ફિલ્મનુ નિદર્શન કરાયુ હતુ અને ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતીના  કાર્યક્રમનું જીવંત પ્રસારણ વર્ચ્યુઅલી માધ્યમથી નિહાળ્યો હતો. તદુપરાંત પતિકાત્મક રૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૫ લાભાર્થીઓને ગૃહપ્રવેશ ચાવી એનાયત કરાઈ હતી તેમજ સ્વાગત પ્રવચન ચીફ ઓફિસર શ્રી ચેતનભાઇ ડુંડિયા અને આભારવિધિ શ્રી સંજય રાવે કરી હતી.

       ઉલ્લેખનીય છે કે આજે ગીર સોમનાથ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણના ૩૫૮ લાભાર્થીઓએ પોતાના નવીન ગૃહમાં પ્રવેશ કરીને સુખી જીવનની શરૂઆત કરી છે.

આ પ્રસંગે  પૂર્વ ધારાસભ્યશ્રી રાજશીભાઈ જોટવા, કલેકટરશ્રી એચ .કે વઢવાણિયા, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દેવેન્દ્રભાઈ  મીણા(IAS)  ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, વેરાવળ પ્રાંત અધિકારી શ્રી બાટી, ચીફ ઓફિસર શ્રી ચેતનભાઇ ડૂંડિયા, અગ્રણીશ્રીઓ શ્રી ઝવેરીભાઈ ઠકરાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સરમણભાઈ સોલંકી તેમજ અધિકારીશ્રીઓ, પદાઅધિકારશ્રીઓ અને લાભાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.