September 30, 2022

વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે ખેલમહાકુંભની રાજ્ય કક્ષા યોગ સ્પર્ધાના ચોથા દિવસે ૨૫૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે ખેલમહાકુંભની રાજ્ય કક્ષા યોગ સ્પર્ધાના ચોથા દિવસે ૨૫૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો
Views: 825
0 0

Share with:


Read Time:1 Minute, 49 Second

જિલ્લા કલેક્ટરશ્રી રાજદેવ સિંહ ગોહિલે વિશેષ ઉપસ્થિતિ આપી સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કર્યો

ગીર સોમનાથ તા. -૨૭, ગુજરાત સરકારશ્રીના ૨મતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ગીર સોમનાથ જિલ્લા અમલીકરણ સમિતિ અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ગીર સોમનાથના ઉપક્રમે જિલ્લાના વડામથક વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના ચોથા દિવસે અંડર-૧૪ કેટેગરીની બાળાઓની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ગીર સોમનાથ કલેકટર શ્રી રાજ દેવ સિંહ ગોહિલ દ્વારા ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતી.

 આ તકે કલેક્ટરશ્રીએ પોતાના સંબોધનમાં પ્રેરણાદાયી પ્રસંગો યાદ કરીને જીવનમાં યોગ અને કસરતનું મહત્વ જણાવ્યું હતું.  ખેલમહાકુંભની રાજ્યકક્ષાની યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે તેમની સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.ડી.મકવાણા સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે ખેલમહાકુંભની રાજ્ય કક્ષા યોગ સ્પર્ધાના ચોથા દિવસે ૨૫૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: