February 23, 2024

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ટી.વાય બી.એસસીનું ૧૦૦% ઝળહળતું પરિણામ

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ટી.વાય બી.એસસીનું ૧૦૦% ઝળહળતું પરિણામ
Views: 642
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 50 Second
વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ટી.વાય બી.એસસીનું ૧૦૦% ઝળહળતું પરિણામ

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના ટી.વાય.બી.એસસીનાં વિધાર્થીઓનું યુનિવર્સિટી દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૩ નાં રોજ પરિણામ જાહેર થયેલ છે. જેમાં રસાયણ શાસ્ત્ર વિષયનાં કુલ ૪૩ વિધાર્થીઓ તથા પ્રાણીશાસ્ત્ર વિષયના કુલ ૨૧ વિધાર્થીઓ એમ તમામ વિધાર્થીઓ ઉત્તિર્ણ થતા વિજ્ઞાન કોલેજનાં ટી.વાય.બી.એસસીનુ ૧૦૦% ઝળહળતું પરિણામ  આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ટી.વાય.બી.એસ.સી કુલ પરિક્ષાર્થીઓ પૈકી ચાર વિધાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે જ્યારે અન્ય તમામ વિધાર્થીઓએ ડીસ્ટીકશન પ્રાપ્ત કરેલ છે.જેમાં રસાયણશાસ્ત્રમાં પ્રથમ ક્રમાંકે દોડેજા શાલીનીદેવી(૯૫%), દ્વિતીય ક્રમાંકે વાણવી શિવાલી (૯૪%) અને તૃતીય ક્રમાંકે મકવાણા હીના (૯૩%) તથા પ્રાણી શાસ્ત્ર વિષયમાં પ્રથમ ક્રમાંકે ચાંડપા સંજના(૯૩%), દ્વિતીય ક્રમાંકે દેવળીયા આરતી (૯૨%) અને મેઘનાથી ઝંખના (૯૨%) અને તૃતીય ક્રમાંકે બલગારિયા રેખા (૯૧.૬૪) ઉચ્ચ મેરિટ સાથે પાસ કરીને કોલેજનું ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીઓની આ અપ્રતિમ સિદ્ધિ બદલ સંસ્થાનાં આચાર્યશ્રી ડો.સ્મિતા બી છગે સમગ્ર સ્ટાફ તથા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author