
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં. ૪ ભીડિયામાં આવેલ સરકારી કન્યાશાળામાં છોકરીઓ માટે માસિક ધર્મની સમસ્યા તેમજ માન્યતાઓ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનાં મુખ્ય વક્તા આદિત્ય બિરલા હોસ્પિટલનાં ખ્યાતનામ ગાયનેક સર્જન ડૉ. ફોરમ પારેખ (એમ. ડી.) દ્વારા બહેનોની માસિક ધર્મની સમસ્યા તેમજ માન્યતાઓ અંગે સચોટ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથે જ માસિક ધર્મની સમસ્યાના નિવારણ માટેના ઉપાય અંગે વિસ્તૃત જાણકારી આપવાની સાથે માસિક ધર્મ સાથે જોડાયેલ ઘણી ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધા દૂર કરવા માટેના ઉપયોગી સમજણ આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. ૪ ના ચંદ્રિકાબેન સિકોતરીયા, અર્બન હેલ્થ સેન્ટરનાં મેડિકલ ઓફિસર ડો.પિનલ અને શાળાની અંદાજીત ૩૦૦ છોકરીઓ સહભાગી થઇ હતી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી