
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, વેરાવળના પ્રિન્સિપાલ ડો. સ્મિતાબેન છગના માર્ગદર્શન હેઠળ કોલેજના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીનીયસ ઓફ જી.એસ.સી.વી એવોર્ડ તથા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને ૪૪૨ જેટલા સર્ટીફીકેટ, ૧૨૫ ટ્રોફી તથા ૧૫૦ જેટલા મેડલનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધતાભર્યા કાર્યક્રમો જેવા કે પ્રાર્થનાસ્તુતિ નૃત્યથી શરૂ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા, એક પાત્રિય અભિનય, ગ્રુપ ડાન્સ, મ્યુઝીક યોગાસન, તરવરાટભરી તલવાર બાજી, નશાબંધી અંગે નાટક તથા N.C.C ના કેડેટ્સ દ્વારા હ્યુમન પિરામીડસ જેવા અદભૂત કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.

રસાયણશાસ્ત્રના વડા ડો.ડી.કે.પંડ્યા અને પ્રોફેસર ડૉ.એમ.એચ.ચોહાણના માર્ગદર્શન હેઠળ ટી.વાય. બી.એસ.સી.ના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પર રજૂ કરાયેલ રસાયણોના અદભૂત પ્રયોગોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં ફટાકડામાં થતી લીલી તથા જાંબલી જ્યોત, એલીફન્ટ ટુથપેસ્ટ, સોડિયમ બ્લાસ્ટ અને પાણીમાંથી વિવિધ રંગના રાસાયણિક સરબતો બનાવવાના પ્રયોગો દ્વારા પ્રેક્ષકો આશ્ચર્યચકિત થયા હતાં.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. શ્રી લલિતભાઈ પટેલ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બેર ડો. શ્રી જીવાભાઈ વાળા, ટ્રેઝરી ઓફીસર શ્રી તીર્થાણી સાહેબ તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાના પ્રિન્સિપાલશ્રીઓ, સ્ટાફ અને વિદ્યાર્થીઓની પણ બહોળા પ્રમાણમાં હાજરી રહી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજનો સમગ્ર સ્ટાફ પ્રો.ડો.સી.એમ.ગોસાઈ, એમ.એલ.પરમાર, શ્રી. પી .જે.જાડેજા, શ્રી. જે.બી. ઝાલા, ડો. ડી. કે. પંડ્યા, ડો. એમ. એચ. ચૌહાણ, શ્રી. એસ.એમ.સીતાપરા અને શ્રી. પી.એલ.મંગે સહિત તમામે ભારે જહેમત ઉઠાવી હતી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન