September 28, 2023

વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ.

વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ.
Views: 2280
0 0
Spread the love

Share with:


Read Time:3 Minute, 57 Second

ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા જ્યાંના પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ મધમધતા મોગરા અને કરેણની સુગંધ તમારા મન-મગજને પ્રફુલ્લિત કરી દે છે. જ્યાં જ્યાં પણ તમારી આંખ ફરે ત્યાં નજર સમક્ષ ખીલેલા લાલ-પીળા-ગુલાબી ફૂલ તરવરે. શાળાના સમગ્ર મેદાનમાં રહેલું લીલુછમ ઘાસ આંખને શાતા પહોંચાડે છે. કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાની સરકારી ‘ગ્રીન સ્કૂલ’માં આ તમામ લાક્ષણિકતાઓ મળી આવે છે. આ શાળામાં ‘શ્રમભક્તિ’ દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખવાડાય છે. આ રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળુ બનાવવાના લક્ષ્યમાં મૂળ દ્વારકાની આ સરકારી શાળા પણ પોતાનો ફાળો આપી રહી છે.

‘પર્યાવરણનું જતન, પ્રકૃતિનું જતન’ના મંત્રને સાથે લઈ વિવિધલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન સહિતની કેળવણી આપનાર મૂળ દ્વારકાની સરકારી સ્કૂલના આચાર્યશ્રી નકુમ અજીતભાઈ માલાભાઈના જણાવ્યાનુસાર ‘બીજબેંક’ સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તીઓ વડે સ્કૂલના વિદ્યાર્થીઓમાં ફૂલછોડ-વૃક્ષના ઉછેર સહિત પર્યાવરણની જાળવણીના બીજ રોપાય છે.

વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ.

શાળામાં દર શનિવારે એક કલાક ‘શ્રમભક્તિ’ તાસમાં વિદ્યાર્થીઓ ફૂલ-છોડ ઉછેર સહિતની પર્યાવરણલક્ષી કામગીરી કરે છે. વળી કોઈ પાઠમાં કેસૂડા-અરડૂસી વગેરેનો ઉલ્લેખ આવતો હોય તો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કેસૂડો-અરડૂસી વગેરે બતાવવામાં આવે છે. એવી જ રીતે જો પાઠમાં ઉલ્લેખ હોય કે, ‘સીતામાતા અશોકવૃક્ષની નીચે બેઠા છે’ તો શાળાના પ્રાંગણમાં જ આવેલ અશોકવૃક્ષ બતાવવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે જ ફૂલછોડ વિશે પ્રેક્ટિકલ સમજ પણ મળી રહે છે.

આ શાળાનું મેદાન જાસૂદ, ચંપો, ગુલાબ, મોગરો, શંખપુષ્પી, કરેણ જેવા ફૂલો તેમજ વેરી ગ્રીન અરેલિયા, ફોરકોપા, રેડ એકાફેરા, જેટ્રોફા જેવા વિદેશી ફૂલો અને અરડૂસી, એલોવેરા, સરગવો, નાગરવેલ જેવી ઔષધિ સહિત ઉંબરો, પીપળો, નારિયેળી, બીલી, બૉટલપામ, લિંબૂડી જેવા ઘેઘૂર વૃક્ષોથી હર્યુભર્યુ બન્યું છે. વળી તમામ ફૂલછોડને ડ્રીપ ઈરિગેશન પદ્ધતિથી પાણી પહોંચાડવામાં આવે છે તેમજ ગાયનું છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ વગેરેમાંથી બનતું જીવામૃત કુદરતી ખાતર આપવામાં આવે છે. જેથી કોઈ નુકસાન ન પહોંચે.

 આ સ્કૂલની દિવાલોમાં પણ ‘વૃક્ષોને આપણે બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે’ જેવા પર્યાવરણલક્ષી વિવિધ સૂત્રો લખવામાં આવ્યા છે. જેથી દરેક વિદ્યાર્થીઓમાં નાનપણથી જ પર્યાવરણ વિશે સમજ કેળવાય. આ રીતે ઉપરોક્ત કાર્ય થકી શાળામાં વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે સમજ આપવામાં આવે છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author