October 1, 2022

વિસાવદર મામલતદાર કચેરીમાં હૈયાતીમાં વહેંચણી અંગેની નોંધો સ્વીકારતા ના હોવા બાબતે ટિમ જિ ગબ્બર દ્વારા મેહસૂલ વિભાગને રજુવાત

વિસાવદર મામલતદાર કચેરીમાં હૈયાતીમાં વહેંચણી અંગેની નોંધો સ્વીકારતા ના હોવા બાબતે ટિમ જિ ગબ્બર દ્વારા મેહસૂલ વિભાગને રજુવાત
Views: 109
0 0

Share with:


Read Time:3 Minute, 1 Second

   અરજદાર ધર્મેશ એચ. કાનાણી તથા અમારા જન સરકાર ગ્રુપને ખેડૂતો દ્વારા રજુવાતો આવેલ છે કે, વિસાવદર મામલતદાર કચેરીમાં ખેતીની જમીનની ભાયો-ભાગની વહેંચણી અને હૈયાતીમાં વહેંચણી અંગેની અરજીઓ સ્વીકારવામાં આવતી નથી  અને જે અંગેનું કારણ પૂછતાં કહેવામાં આવે છે કે સરકારશ્રી દ્વારા તારીખ – ૦૭/૦૮/૨૦૨૦ ના રોજ પરીપત્ર ક્રમાંક – સીટીએસ/૧૩૨૦૨૦/૧૯૧/હ થી પરીપત્રના અનુસંધાને આ અરજી તમારે ડી.આઈ. એલ.આર કચેરી જૂનાગઢ કરવાની રહેશે. પરંતુ પરિપત્રની તારીખથી આજદીન સુધી વિસાવદર તાલુકામાં અને આવા અનેક તાલુકાઓમાં આ પરિપત્ર અંગેની અમલવારી અને કાર્યપદ્ધતિઓ અલગ-અલગ રહેલ અને આ પરીપત્રની અમલવારી કરતાં પહેલા જુનાગઢ ડી.આઈ.એલ.આર. કચેરીઓમાં સર્વેયરો વધારી જૂની માપણીઓની અરજીઓ પૂર્ણ થાય તો જ આ પરીપત્ર અમલી બની શકે પરંતુ અચાનક વિસાવદર મામલતદાર કચેરી દ્વારા ખેડૂતોની ભાયો-ભાગની વહેંચણી બંધ કરી દેવામાં આવેલ અને જણાવેલ કે જુનાગઢ ડી.આઈ.એલ.આર. કચેરીમા હિસ્સા-માપણી કરી લાવો ત્યારબાદ જ આ ભાયો-ભાગની વહેંચણી અંગેની અરજીઓ લેવામાં આવેશે. તો શું સરકારે ખેડૂતોના પૈસે જ રીસર્વે અંગેની કામગીરી કરવાની ગણતરી છે કે શું ? અને અન્ય તાલુકાઓમાં આ પરીપત્ર લાગુ નથી તો શું વિસાવદર મામલતદાર કચેરી માટે જ સરકારે આ પરીપત્ર બનાવ્યો હશે ? સરકાર આ પરીપત્ર અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરે અને ત્યાં સુધી વિસાવદર તાલુકામાં જુના નીતી-નિયમો મુજબ ભાયો-ભાગની વહેંચણી શરૂ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. તેમજ વધુમાં જણાવવાનું કે વિસાવદર મામલતદાર કચેરીમાં ઈ-ધરા શાખામાં અરજી કર્યાની પહોંચ કચેરી દ્વારા અરજદારોને આપવામાં આવતી નથી તે અંગે યોગ્ય થવા તેમજ આ અમારી ફરીયાદ અરજી ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી અર્થે જવાબદાર કર્મચારી અને વિભાગને મોકલી આપશો અને આપના દ્વારા ફરીયાદ અન્વયે શુ કાર્યવાહી કરવામાં આવેલ તે કાર્યવાહી નો લેખિત જવાબ નાગરીક અધિકાર પત્ર અન્વયે અમારા નીચેના સરનામાઓ પર પાઠવશો.

૧) ફરીયાદીનું નામ અને સરનામું = ધર્મેશ એચ. કાનાણી, ગામ – વિસાવદર, ઠે. કોર્ટ રોડ, તાલુકો – વિસાવદર, જીલ્લો – જૂનાગઢ, પીન કોડ – ૩૬૨૧૩૦, મો.નં = ૭૮૭૮૧૯૯૩૭૮

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: