વિસાવદર તા.ટિમ ગબ્બરના સ્થાપક કાંતિ. એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વડાપ્રધાનશ્રી,મુખ્યમંત્રી,મંત્રીશ્રી યાત્રાધામ વિકાસ બોર્ડ,ગાંધીનગર વિગેરેને લેખીત રજુઆત કરી માંગ કરેલ છે કે, વિસાવદરના આંગણામાં આવેલ સુ પ્રસિધ્ધ સતાધાર આપાગીગાની જગ્યા આવેલ છે જ્યાં દેશ વિદેશ માંથી ભક્તો આવે છે અહીં આજની તારીખે પણ આપા ગીગાના પરચા અપરંપાર છે અહીં શામજીબાપુ જેવા મહાન સંત થઈ ગયેલ છે

જીવરાજ બાપુ,જેવા મહાન સંત પણ આ જગ્યાના ગાદીપતિ રહી ગયેલા છે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનાર પાડાપીર તરીકે અહીં પાડાની પૂજા થાય છે અહીં લાખો શ્રધ્ધાળુઓ પોતાની માનતા રાખે છે અને લાખો માણસો અહીં માનતા ઉતારવા આવે છે અહીં માત્ર સતનો આધાર હોય તે રીતે સતત અને અવિરત ચોવિસ કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે છે તેવી આ ધાર્મિક જગ્યા અંગે અવારનવાર માગણી કરવા છતાં પણ આ ધાર્મિક જગ્યાને આજ દિન સુધી યાત્રાધામનો દરરજો આપવામાં આવેલ નથી કેટલીય સરકારો આવીને ગઈ છે પરંતુ આજદિન સુધી આ જગ્યાને યાત્રાધામનો દરરજો આપવામાં આવેલ નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકારમાં યાત્રાધામ વિકાસ બોર્ડમાં જુનાગઢ જિલ્લાના મંત્રી હોય એમ છતાંપણ આ જગ્યાને યાત્રાધામ વિકાસ બોર્ડનો દરરજો આપવામાં આવેલ ન હોય તેથી અમારી ટિમ ગબ્બરની માગણી છે અમારી માગણી મુજબ સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાની જગ્યાને યાત્રાધામનો દરરજો આપવા અમો ટિમ ગબ્બર ગુજરાતની માંગણી સાથે રજુઆત છે.

ટીમ ગબ્બરની આ રજુઆત લાગુ પડતી કચેરી ખાતે પહોંચાડી અને રજુઆત અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બર ના સરનામે મોકલી આપવા માટે અરજ સહ વિનંતી કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ