September 30, 2022

વિશ્વાસથી વિકાસ યાત્રા

વિશ્વાસથી વિકાસ યાત્રા
Views: 401
0 0

Share with:


Read Time:1 Minute, 59 Second
વિશ્વાસથી વિકાસ યાત્રા

ગીર સોમનાથ તા. ૧૯: ગીર સોમનાથ નગરપાલીકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો. મંત્રી શ્રી દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ પી.એમ.જે.વાય. કાર્ડ વિતરણ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. તેમજ રાજ્યકક્ષાએ યોજાયેલ કાર્યક્રમ લોકોએ અને મહાનુભાવોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.

જિલ્લાની સ્વ - સહાય જુથોની મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે હેતુથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ-સહાય જૂથો  ક્રેડિટ કેમ્પ યોજીને લોન આપવામા આવે છે. આ તકે સાવિત્રી મિશન મંગલમ જુથ ગામ: કડસલા તા: સુત્રાપાડાના લાભાર્થી ભાદરકા રમીલાબેને જણાવ્યુ હતુ કે સાવત્રી મિશન મંગલમ જુથ સાથે અમારા મંડળમા ૧૦ બહેનો જોડાયેલી છે.આજે અમારા સાવત્રી મિશન મંગલમ જુથ  જુથને ૧ લાખનો ચેક મળ્યો છે. સીવણ કલાસ અને ઉધોગ ક્ષેત્રે  આગળ વધીશુ અને હવે અમારા મંડળની કોઈ પણ બહેનોને આર્થિક જરૂરિયાતનાં  કારણે કામ નહી અટકે અને જ્યારે જરૂરિયાત હશે ત્યારે તેને અમારા મંડળમાથી રકમ મળી રહેશે. આ તકે તેમણે સરકારશ્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: