Sorath Ni Dharohar

News Channel of India

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

પારદર્શક અને સુચારૂ રીતે સમગ્ર ચૂંટણીનું આયોજન થાય તે અંગે શીર્ષ અધિકારીઓને અપાયું માર્ગદર્શન\

ગીર સોમનાથ. તા.૧૫ : મતદારોનો મહાપર્વ એટલે કે ચૂંટણી. આગામી સમયમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ યોજાનાર છે ત્યારે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સુચારુ રીતે આયોજન થઈ શકે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની કામગીરી પારદર્શક, સરળતાપૂર્વક અને અસરકારક રીતે પાર પડે તે માટે જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીશ્રીઓની નોડલ/સહનોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અધિકારીશ્રીઓ સાથેની સમીક્ષા બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર.કે.જાનીએ વિવિધ નોડલ અધિકારીશ્રીઓ સાથે ચૂંટણી અંગે પરામર્શ કરી મહત્વના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

આ સમીક્ષા બેઠકમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ દરમિયાન ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, મટિરિયલ મેનેજમેન્ટ, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ, મેનપાવર મેનેજમેન્ટ, એમ.સી.સી, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, સ્ટાફ વેલ્ફેર, એસ.એમ.એસ મોનિટરિંગ જેવી જુદી જુદી કામગીરી કરવા માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીશ્રીઓની નિમણૂંક કરી હતી અને ચૂંટણીના મહત્વના મુદ્દે જવાબદાર શીર્ષ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓએ હાજરી આપી હતી.

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ