February 23, 2024

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
Views: 347
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 5 Second
વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

 આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તેને અનુલક્ષી વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે આયોજન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક તેમજ વ્યવસ્થિત રીતે યોજાય તે અંગે નોડલ ઓફિસરશ્રીઓને મહત્વની સૂચનાઓ આપી માર્ગદર્શિત કરાયા હતાં

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની કામગીરી પારદર્શક, સરળતાપૂર્વક અને અસરકારક રીતે પાર પડે તે માટે જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીશ્રીઓની નોડલ/સહનોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અધિકારીશ્રીઓ સાથેની સમીક્ષા બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર.કે.જાનીએ વિવિધ નોડલ અધિકારીશ્રીઓ સાથે ચૂંટણી અંગે પરામર્શ કરી મહત્વના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ દરમિયાન હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ, એમ.સી.સી, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, એમ.સી.એમ.સી જેવી જુદી જુદી કામગીરી કરવા માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીશ્રીઓ અને ચૂંટણીના મહત્વના મુદ્દે જવાબદાર શીર્ષ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓએ હાજરી આપી હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author