February 23, 2024

વિદેશ મંત્રી જયશંકર સાથે ગરબા જોવા 50 વિદેશી રાજદૂતો ગુજરાતના વડોદરાની મુલાકાત

વિદેશ મંત્રી જયશંકર સાથે ગરબા જોવા 50 વિદેશી રાજદૂતો ગુજરાતના વડોદરાની મુલાકાત
Views: 1080
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 46 Second

વડોદરાની વિરાસત અને ગુજરાતની અસ્મિતા એવા દુનિયાના સૌથી લાંબા સાંસ્કૃતિક નૃત્ય મહોત્સવને નિહાળી વિદેશી રાજદ્વારીઓ અભિભૂત

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ૬૦ વિદેશી રાજદૂતો સાથે વડોદરાના સુવિખ્યાત યુનાઈટેડ વે ખાતે નવરાત્રીની રંગત માણી

માતાજી મંદિરના પ્રાંગણમાં રાજદ્વારીઓ પરંપરાગત કેડિયાંમાં ગરબે ઘૂમ્યા

વિવિધ દેશોના ૬૦ થી વધુ રાજદ્વારીઓએ એકસાથે ગરબા નિહાળ્યા હોય એવી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના

વિદેશમંત્રીશ્રી અને વિદેશી રાજદ્વારીઓ સામે ખેલૈયાઓ મન મૂકીને હિલોળે ચઢ્યા

વિદેશ મંત્રી જયશંકર સાથે ગરબા જોવા 50 વિદેશી રાજદૂતો ગુજરાતના વડોદરાની મુલાકાત

શક્તિ, ઉપાસના અને ઉત્સાહના પર્વ અને વિશ્વના સૌથી લાંબા સાંસ્કૃતિક નૃત્ય મહોત્સવની વડોદરા શહેરમાં ચાલી રહેલી ઉજવણીને માણવા માટે આવેલા વિવિધ દેશના ૬૦ જેટલા રાજદ્વારીઓ અને વિદેશમંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર થનગનતા ખેલૈયાઓના પ્રચંડ ઉત્સાહ અને એકલયથી અભિભૂત થયા હતા. હિલોળે ચડેલા ખેલૈયાઓના થનગનાટને જોઈને પ્રભાવિત થયેલા રાજદ્વારીઓ ગરબા ગ્રાઉન્ડમાં માતાજીના મંદિરના પ્રાંગણમાં ગરબા રમવા લાગ્યા હતા. આ સાથે જ તેમણે જગ વિખ્યાત ગરબા મહોત્સવને કાયમી સંભારણું બનાવવા મોબાઈલના કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author