
2022ના આખરી સમય અને આવનાર 2023ને વધાવવા દીવમાં દેશભરમાંથી મીની ગોવા ગણાતા દીવમાં આવતાં હોય છે. ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના તીર્થ સ્થાનો સાથે ગીર અને સોમનાથ જ્યોતિર્લિંગની સાથે શ્રી કૃષ્ણ ભગવાન નગરી દ્વારકા વિશ્વ વિખ્યાત બની જવા પામી છે. એક તરફ કચ્છનું રણ તો બીજી તરફ દ્વારકા સાથે સોમનાથ મહાદેવ અને સાસણમાં એશિયાટિક લાયનનો લહાવો અને એડવેન્ચર આ સાથે દીવના દરિયાની મોજ માટે સતત આ બધા પર્યટન સ્થળ ગુજરાતની ઓળખ છે. વિશ્વ ફલકના આ સ્થળોએ પર્યટકો ઉમટી પડતાં હોય છે.
ગત સાલ કરતાં હાલ ટુરિસ્ટો ઓછા
દીવમાં પણ થર્ટી ફર્સ્ટને લઈ ગત સાલ કરતાં હાલ ટુરિસ્ટો ઓછા છે. એની પાછળનું કારણ વિશ્વમાં ફરી કોરોનાનો કહેર છે તો બીજી તરફ દીવ પોલીસથી નારાજગી. દીવને યુનાઇટેડ ટુરિઝમ માટેનું આગવું સ્થળ કહેવાય છે. છેલ્લા કેટલાક સમયથી દીવ પ્રશાસન એમાં પણ પોલીસ દ્વારા પ્રવાસીઓને કનડગત એક મુદ્દો બની ગયો છે. છતાંપણ આજે શનિવારે દીવમાં દૂર-દૂર મેગાસીટીમાંથી મોટી સંખ્યામાં લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા જરૂર પહોંચી જશે. અહીં 2023ને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે દીવમાં થર્ટી ફર્સ્ટને લઈ સમી સાંજના સમયે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન