Sorath Ni Dharohar

News Channel of India

વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લામાં દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાથી કુલ ૧૩૩૧૮ ખેડૂતો થયા લાભાન્વિત

વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લામાં દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાથી કુલ ૧૩૩૧૮ ખેડૂતો થયા લાભાન્વિત

ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગાય ધરાવતા ખેડૂતોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે. જેથી રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબને ગાય નિભાવ ખર્ચ માટે આપવામાં આવતી સહાયમાં જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહેલ છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં પણ રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીમાં નોંધનીય કામગીરી થયેલ છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લામાં દેશી ગાય નિભાવ ખર્ચ યોજનામાં કુલ ૧૩૩૧૮ ખેડૂતોને લાભ મળ્યો છે અને તેઓ જીવામૃત, ઘનજીવામૃત ઉપયોગ દ્વારા પ્રાકૃતિક કૃષિ તરફ વળેલ છે.

       ઉલ્લેખનીય છે કે ભારત દેશ પ્રાચીન કાળથી ખેતીપ્રધાન દેશ રહ્યો છે. અને હાલ પણ 60% જેટલી વસ્તી ખેતી અને ખેતી આધારિત વ્યવસાય સાથે જોડાયેલ છે. પ્રાચીન કાળથી ભારતની ખેતી દેશ-વિદેશમાં પ્રખ્યાત હતી અને વિદેશી લોકો મરી મસાલા તથા ખેત ઉત્પાદનના વ્યાપાર અર્થે આપણા દેશમાં આવતા હતા.પરંતુ ભારતમાં ખેડૂતો વધારે ઉત્પાદનની લાલચમાં પ્રાચીન ખેતી પદ્ધતિ છોડી ખેતીમાં વિવિધ રસાયણો જેવા કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ,  નિંદામણ નાશક દવાઓના ઉપયોગ ચાલુ કર્યો છે. જેના પરિણામો શરૂઆતમાં ખેત ઉત્પાદનમાં ખુબ વધારો થયો પરંતુ સમય જતા જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થવા લાગ્યો અને ખેતી ખર્ચમાં ખુબજ વધારો થવા લાગ્યો જેથી હાલ દેશમાં ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થવા લાગી જેથી હાલ ની પરિસ્થિતિ મુજબ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળવું ખૂબ જ જરૂરી બન્યું છે.

          પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત અને પ્રકૃતિ આધારિત ખેતી છે જેમાં રસાયણોનો બિલકુલ ઉપયોગ થતો નથી જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને ખેડૂતોને રાસાયણિક ખાતર તથા  દવાની ખરીદીમાં થતો ખર્ચ પણ બચી શકે છે. આમ જો ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તો આપણા દેશની ખેતી ફરીથી બેઠી થઈ શકે ત્યારે હાલ સરકારશ્રીનાં ઉદેશ્ય મુજબ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે બાબતે વડાપ્રધાનશ્રી તથા રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પદ્ધતિસરની માહિતી પૂરી પાડવામાં આવે છે. જે અંગેની કામગીરી ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર રહી જિલ્લા વહીવટી તંત્ર, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તેમજ બાગાયત વિભાગના કમર્ચારી/અધિકારીશ્રી દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં પ્રાકૃતિક કૃષિની વિવિધ તાલીમ, કિશાન ગોષ્ઠી તથા રાત્રીસભા દ્વારા ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત વગેરે બાબત સાથેની પ્રાકૃતિક કૃષિની માહિતી મળી રહે તે અંગેની કામગીરી કરી રહ્યા છે અને હાલ જિલ્લામાં કુલ ૩૨૯ ગામમાંથી કુલ ૧૧૨ ગ્રામ પંચાયતમાં ૭૫ તથા તેનાથી વધુ ખેડૂતો જીવામૃત, ઘનજીવામૃત દ્વારા મગફળી, ઘઉં, શેરડી, કઠોળ, શાકભાજી અને બાગાયત (કેળ, નારીયેળી, આંબા, વિવિધ) પાકો દ્વારા કુલ ૧૭૧૯૨ એકરમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા ખેતી કરી રહ્યા છે અને તેઓને ખૂબજ સારા પરિણામો મળી રહ્યા છે.

            જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૬૦ આદર્શ મોડેલ ફાર્મ દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરણા મળે છે. મોડેલ ફાર્મ દ્વારા ઉત્પાદન થતી વસ્તુઓ અનાજ વગેરેનું સીધું વેચાણ મુંબઈ, સુરત, અમદાવાદ વગેરે જેવા મેગા સીટીમાં કરી રહ્યા છે. જિલ્લામાં આગામી ખરીફ ઋતુના સમયમાં ૧૫૦૦૦થી પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે તેયાર થયેલ છે અને આ સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે.

જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે તાલીમ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો તેમને ગ્રામસેવક અથવા આત્મા પ્રોજેક્ટના સ્ટાફનો સંપર્ક કરવાનો હોય છે જેઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષય પરની માહિતી આપવામાં આવે છે અને જિલ્લાના વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે બાગાયત, ખેતીવાડી ખાતુ તથા આત્મા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અને પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી દ્વારા જણાવેલ છે.


વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લામાં દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાથી કુલ ૧૩૩૧૮ ખેડૂતો થયા લાભાન્વિત